માત્ર ૮ દિવસમાં પાર કર્યો આ આંકડો, જોકે ‘પુષ્પા 2 : ધ રૂલ’ અને ‘ધુરંધર : ધ રિવેન્જ’ ૭ દિવસમાં પહોંચી હતી આ માઇલસ્ટોન પર. ફિલ્મને મળેલા સકારાત્મક રિવ્યુ અને શરૂઆતના પ્રતિસાદને કારણે દર્શકોમાં એની સારી ચર્ચા થઈ હતી,
રામાયણ ફિલ્મ (સૌજન્ય મિડ-ડે)
‘રામાયણ’ દિવાળીના ત્રણ દિવસ પહેલાં પાંચમી નવેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઈ હતી. રિલીઝના પ્રથમ દિવસે ફિલ્મે વિશ્વભરમાં ૧૨૮ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મને મળેલા સકારાત્મક રિવ્યુ અને શરૂઆતના પ્રતિસાદને કારણે દર્શકોમાં એની સારી ચર્ચા થઈ હતી, જેનો ફાયદો વિદેશી બજારમાં પણ જોવા મળ્યો હતો.
‘રામાયણ’ વિશ્વભરમાં ૧૦૦૦ કરોડ રૂપિયાની ગ્રૉસ કમાણીનો આંકડો પાર કરનાર ભારતીય ફિલ્મ
ADVERTISEMENT
ફિલ્મના પ્રથમ સપ્તાહને આઠ દિવસનું ગણવામાં આવ્યું હતું. ટ્રેડના અંદાજ અનુસાર આ ગુરુવારે બપોર પછી સ્પૉટ-બુકિંગના આધારે ‘રામાયણ’ વિશ્વભરમાં ૧૦૦૦ કરોડ રૂપિયાની ગ્રૉસ કમાણીનો આંકડો પાર કરનાર ભારતીય ફિલ્મ બની ગઈ હતી. આ સાથે જ થિયેટરોમાં રિલીઝના આઠમા દિવસે ‘રામાયણ’એ ૧૦૦૦ કરોડ ક્લબમાં પ્રવેશ કર્યો હતો.

અગિયારમી ભારતીય ફિલ્મ બની રામાયણ
૨૦૧૭ના મે મહિનામાં ‘બાહુબલી : ધ કન્ક્લુઝન’ વિશ્વભરમાં ૧૦૦૦ કરોડ રૂપિયાની કમાણી કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ બની હતી. રિલીઝના એક અઠવાડિયાથી થોડા વધુ સમયમાં જ ફિલ્મે આ સિદ્ધિ મેળવી હતી. ત્યાર બાદ એ જ મહિનામાં ‘દંગલ’ પણ આ ક્લબમાં સામેલ થઈ હતી. જોકે ચીનમાં મોડી રિલીઝને કારણે ફિલ્મને ત્યાંથી મળેલી કમાણીનો મોટો ફાયદો થયો હતો. આ પછી અત્યાર સુધીમાં અન્ય ૮ ભારતીય ફિલ્મોએ વિશ્વભરમાં ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. ‘રામાયણ’ આ યાદીમાં સ્થાન મેળવનારી કુલ અગિયારમી ભારતીય ફિલ્મ બની છે. જોકે ‘રામાયણ’ની સિદ્ધિની ખાસ વાત એ છે કે એ આ કમાણીના આંકડા સુધી સૌથી ઝડપથી પહોંચનારી ફિલ્મોની યાદીમાં ત્રીજા ક્રમે છે, કારણ કે ફિલ્મે માત્ર ૮ દિવસમાં ૧૦૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે.
‘રામાયણ’ કરતાં આગળ માત્ર ‘પુષ્પા 2 : ધ રૂલ’ અને ‘ધુરંધર : ધ રિવેન્જ’
આ યાદીમાં ‘રામાયણ’ કરતાં આગળ માત્ર ‘પુષ્પા 2 : ધ રૂલ’ અને ‘ધુરંધર : ધ રિવેન્જ’ છે. આ બન્ને ફિલ્મોએ માત્ર ૭ દિવસમાં ૧૦૦૦ કરોડ રૂપિયાની ગ્રૉસ કમાણીનો આંકડો પાર કર્યો હતો. ‘રામાયણ’એ ‘બાહુબલી : ધ કન્ક્લુઝન’ (૧૦ દિવસ), ‘RRR ’ (૧૬ દિવસ) અને ‘K.G.F : ચૅપ્ટર 2’ (૧૮ દિવસ) કરતાં પણ ઝડપથી આ સિદ્ધિ મેળવી છે. એટલું જ નહીં, શાહરુખ ખાનની ૧૦૦૦ કરોડ રૂપિયાની કમાણી કરનારી બે ફિલ્મો ‘જવાન’ (૧૮ દિવસ) અને ‘પઠાન’ (૨૭ દિવસ) કરતાં પણ ‘રામાયણ’ ઘણી આગળ રહી છે.
ઉલ્લેખનીય છે કે, ‘રામાયણ’નું હિન્દી વર્ઝન પણ બૉક્સ-ઑફિસ પર સતત જોરદાર પ્રદર્શન કરી રહ્યું છે. ફિલ્મના હિન્દી વર્ઝનનો ભારતમાં નેટ કમાણીનો આંકડો ૪૦૦ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે અને આ આંકડો ૪૦૯.૫૬ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. બુધવારે એટલે કે રિલીઝના સાતમા દિવસે ફિલ્મે ૬૦ કરોડ રૂપિયાથી વધુની જંગી કમાણી કરી છે જે ખરેખર અસાધારણ છે.
