45 વર્ષથી આ વકીલભાઈ નાસ્તામાં કાચ ખાય છે
45 વર્ષથી આ વકીલભાઈ નાસ્તામાં કાચ ખાય છે
મધ્ય પ્રદેશના ડિંડોરીમાં દયારામ સાહુ નામના ભાઈ જે વ્યવસાયે વકીલ છે તેમને કાચ ખાવાની લત લાગી છે. તાજેતરમાં તેમનો એક વિડિયો વાઇરલ થયો છે. દયારામનું કહેવું છે કે, ‘મને હવે એનું વ્યસન થઈ ગયું છે. આ આદતને કારણે મારા દાંત પણ ખરાબ થઈ ગયા છે. હું કોઈનેય આવું કરવાની સલાહ નહીં આપું કેમ કે આ બહુ ખતરનાક બાબત છે. હવે મેં કાચ ખાવાનું ઘટાડી દીધું છે.’
આ પણ વાંચો : ગણેશ વિસર્જનમાં નાગીન ડાન્સ કરતાં યુવક માથાભેર પડ્યો અને ત્યાં જ મૃત્યુ પામ્યો
ADVERTISEMENT
ભાઈનો દાવો છે કે ૪૫ વર્ષથી તેમને કાચ ખાવાની આદત પડી છે અને તેઓ ઇચ્છવા છતાં છોડી નથી શકતા. તેઓ તૂટેલી કાચની બોટલના ટુકડા કરે છે અને ખૂબ ચાવી-ચાવીને પેસ્ટ બનાવીને ગળી જાય છે.