સ્માર્ટફોનના વિશ્વના બીજા ક્રમાંકના સૌથી મોટા માર્કેટમાં સૅમસંગ, શાઓમી, વિવો અને ઍપલ જેવી કંપનીઓને બિઝનેસમાં નુકસાન થઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી : સ્માર્ટફોન ઉત્પાદકોને કેન્દ્ર સરકાર પ્રી-ઇન્સ્ટૉલ કરેલી ઍપ્સને હટાવવા તથા ઑપટિંગ સિસ્ટમ અપડેટ કરતાં પહેલાં સ્ક્રીનિંગ કરાવવા જેવા નવા નિયમોનું પાલન કરવા માટે દબાણ કરી રહી છે. નવા નિયમોની વિગતો હજુ સુધી બહાર નથી આવી, પણ આ નિયમને કારણે સ્માર્ટફોનના વિશ્વના બીજા ક્રમાંકના સૌથી મોટા માર્કેટમાં સૅમસંગ, શાઓમી, વિવો અને ઍપલ જેવી કંપનીઓને બિઝનેસમાં નુકસાન થઈ શકે છે. એક વરિષ્ઠ અધિકારીએ નામ ન જણાવવાની શરતે કહ્યું હતું કે જાસૂસી તેમ જ યુઝર ડેટાના દુરુપયોગની ચિંતાઓ વચ્ચે આઇટી મંત્રાલય આ નવા નિયમો વિશે વિચાર કરી રહી છે. અધિકારીએ કહ્યું હતું કે ‘પ્રી-ઇન્સ્ટૉલ ઍપને કારણે સિક્યૉરિટીને લઈને પ્રશ્નો ઊભા થઈ શકે છે. વળી અમે નથી ઇચ્છતા કે ચીન સહિત કોઈ પણ દેશ એનો લાભ ઉઠાવે.’