° °

આજનું ઇ-પેપર
Friday, 24 March, 2023


ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ ફરી કરી મોટી છટણી, 10,000 કર્મચારીઓને બતાવ્યો બહારનો રસ્તો

14 March, 2023 09:27 PM IST | Washington
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મેટામાં આ છટણીને કંપનીમાં ચાલી રહેલા પુનર્ગઠન સાથે જોડવામાં આવી રહી છે. કંપની તેના માળખામાં મોટા ફેરફારો કરી રહી છે. તેમ જ ઓછી પ્રાથમિકતા ધરાવતા પ્રોજેક્ટને રદ કરી રહી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ફેસબુક (Facebook)ની પેરેન્ટ કંપની મેટા (Meta)એ ફરીથી 10,000 કર્મચારીઓની છટણી (Meta Layoffs)ની જાહેરાત કરી છે. કંપની ભૂતકાળમાં 11,000 કર્મચારીઓની છટણી કરી ચૂકી છે. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે તેમના કર્મચારીઓને એક સંદેશમાં કહ્યું છે કે, અમે અમારી ટીમની સંખ્યામાં 10,000નો ઘટાડો કરવા જઈ રહ્યા છીએ. આ સાથે તેમણે કહ્યું કે, એવી 5,000 પોસ્ટ નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના માટે અત્યાર સુધી ભરતી કરવામાં આવી ન હતી.

મેટામાં આ છટણીને કંપનીમાં ચાલી રહેલા પુનર્ગઠન સાથે જોડવામાં આવી રહી છે. કંપની તેના માળખામાં મોટા ફેરફારો કરી રહી છે. તેમ જ ઓછી પ્રાથમિકતા ધરાવતા પ્રોજેક્ટને રદ કરી રહી છે. આ સિવાય કંપની હાયરિંગમાં પણ ઘટાડો કરવા જઈ રહી છે. મેટામાં 10,000 કર્મચારીઓની છટણીના સમાચાર બાદ મેટાના સ્ટોકમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. મેટાના શેરમાં પ્રી-માર્કેટ ઓપનિંગમાં 2 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

છટણીનું મુખ્ય કારણ અમેરિકન ટેક કંપનીઓ પર ગહન સંકટ છે. તેના ઉપર, મેટાના ખરાબ પરિણામોએ સમસ્યામાં વધારો કર્યો છે. મેટાની જાહેરાતની આવકમાં ઘટાડો થયો છે. અગાઉ નવેમ્બર 2022માં કંપનીએ 11,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી. 2004માં ફેસબુકની સ્થાપનાના 18 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી છટણી કરવામાં આવી છે, જે ડિજિટલ એડવર્ટાઈઝિંગથી થતી આવકમાં ભારે ઘટાડો દર્શાવે છે.

આ પણ વાંચો: સિલિકૉન વૅલી બૅન્ક માટે બેઇલઆઉટ નહીં

અમેરિકા પણ આવી જ રીતે આસમાની મોંઘવારી અને મોંઘા દેવાથી પરેશાન હતું. ઉપરાંત સિલિકોન વેલી બૅન્ક અને સિગ્નેચર બૅન્ક કટોકટીએ ત્યાંની ટેક કંપનીઓની કટોકટી બાદ બૅન્કિંગ કટોકટી સર્જી છે. મેટા જેવી દિગ્ગજ કંપની દ્વારા છટણી અમેરિકન અર્થતંત્ર પર લટકતા સંકટના વાદળ તરફ નિર્દેશ કરે છે. અમેરિકામાં ફરી ફરી મંદીની શક્યતા છે. કોવિડ મહામારી દરમિયાન ટેક કંપનીઓના વધતા વેલ્યુએશનને લઈને હવે સવાલો ઊભા થઈ રહ્યા છે.

14 March, 2023 09:27 PM IST | Washington | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ઈન્ટરનેશનલ સમાચાર

અમેરિકામાં ટૂરિસ્ટ કે બિઝનેસ વિઝા પર જનાર નોકરી માટે અરજી કરી શકે

અમેરિકામાં બિઝનેસ અથવા ટૂરિસ્ટ વિઝા બી1 અને બી2 પર જનાર વ્યક્તિ ત્યાં નવી નોકરી માટે અરજી કરી શકે છે અને ઇન્ટરવ્યુ પણ આપી શકે છે.

24 March, 2023 11:19 IST | New York | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

હિંડનબર્ગના ટાર્ગેટ પર હવે ‘બ્લૉક’

જૅક ડૉર્સીની આ પેમેન્ટ્સ ફર્મ અપરાધીઓને ઓળખ છુપાવીને અનેક અકાઉન્ટ્સ દ્વારા અપરાધ આચરવા માટે છૂટો દોર આપતી હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો

24 March, 2023 09:00 IST | New York | Gujarati Mid-day Correspondent
ઈન્ટરનેશનલ સમાચાર

Accentureમાં કરાશે 19000 કર્મચારીઓની છંટણી, કંપનીએ ઘટાડ્યું નફાનું અનુમાન

મંદીની શંકાથી કંટાળીને પ્રૌદ્યોગિક બજેટમાં કાપની ચિંતાઓ વચ્ચે કંપનીએ ગુરુવારે પોતાની વાર્ષિક રાજસ્વ વૃદ્ધિ અને લાભના પૂર્વાનુમાનો પણ ઘટાડી દીધા છે. કંપનીના તાજેતરના અનુમાન પ્રમાણે સ્થાનિક મુદ્રામાં તેનો વાર્ષિક રાજસ્વ વધારો 8 ટકાથી 10 ટકા હોઈ શકે છે.

23 March, 2023 09:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK