Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ મેરી જાન… બીજિંગને પછાડીને એશિયાના અબજોપતિઓની રાજધાની બન્યું મુંબઈ શહેર

મુંબઈ મેરી જાન… બીજિંગને પછાડીને એશિયાના અબજોપતિઓની રાજધાની બન્યું મુંબઈ શહેર

Published : 29 August, 2024 08:50 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Hurun India Rich List 2024: ચીનમાં અબજોપતિઓની સંખ્યામાં ઘટાડો થયો છે, જ્યારે ભારતમાં તે વધ્યો છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ભારત (India) એશિયા (Asia)માં ઝડપથી સંપત્તિનું હબ બની રહ્યું છે. આવી સ્થિતિમાં દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai)એ કામલ કર્યો છે અને એક નામના મેળવી છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૪ (Hurun India Rich List 2024) મુજબ, ભારતની આર્થિક રાજધાની મુંબઈ ‘એશિયાની બિલિયોનેર કેપિટલ’ (Billionaire Capital Of Asia) તરીકે ઉભરી આવી છે, જેમાં ચીન (China)ની રાજધાની બીજિંગ (Beijing) કરતાં મુંબઈમાં (Mumbai Overtakes Beijing) વધુ અબજોપતિઓ રહે છે. આવી સ્થિતિમાં, મુંબઈમાં અબજોપતિઓની સંખ્યામાં ૫૮નો વધારો થયો છે, આ યાદીમાં અબજોપતિઓની સંખ્યા ૩૮૬ થઈ ગઈ છે.


હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૪ ગુરુવારે એટલે કે આજે ૨૯ ઓગસ્ટે બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, એશિયાના ૨૫ ટકા અબજોપતિઓનું ઘર મુંબઈમાં છે. આ અર્થમાં, આ શહેર સમગ્ર એશિયામાં અબજોપતિઓની નવી રાજધાની તરીકે ઉભરી આવ્યું છે. આ શહેરે આ મામલે ચીનની રાજધાની બીજિંગને પાછળ છોડી દીધું છે.



મુંબઈ પછી, હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૪ના સૌથી ધનાઢ્ય શહેરોમાં દિલ્હી (Delhi)નું નામ છે, જેમાં ૧૮ નવા અબજોપતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેની સમૃદ્ધ યાદી ૨૧૭ થઈ ગઈ છે. આ યાદીમાં વધુમાં કહેવાયું છે કે, અબજોપતિઓની બાબતમાં ભારતે ચીનને પણ પાછળ છોડી દીધું છે. આ યાદી અનુસાર ભારતમાં ૨૯ ટકા વધુ અબજપતિઓનો ધસારો નોંધાયો છે, જ્યારે ચીનમાં અબજોપતિઓની સંખ્યામાં ૨૫ ટકાનો ઘટાડો થયો છે.


આ રિચ લિસ્ટમાં હૈદરાબાદ (Hyderabad)એ એક મોટી છલાંગ લગાવી છે અને શ્રીમંત રહેવાસીઓની સંખ્યાના સંદર્ભમાં પ્રથમ વખત બેંગલુરુ (Bengaluru)ને પાછળ છોડીને ત્રીજું સ્થાન મેળવ્યું છે. જ્યારે હૈદરાબાદમાં ૧૭ નવા અબજોપતિઓના વધારા સાથે કુલ અબજોપતિઓની સંખ્યા વધીને ૧૦૪ થઈ ગઈ છે, જ્યારે બેંગલુરુ ૧૦૦ સૌથી ધનિક લોકો સાથે ચોથા સ્થાને છે. ટોચના ૧૦માં સામેલ ભારતના અન્ય શહેરોમાં ૮૨ ચેન્નાઈ (Chennai)માં, ૬૯ કોલકાતા (Kolkata)માં, ૬૭ અમદાવાદ (Ahmedabad)માં, ૫૩ પુણે (Pune)માં, ૨૮ સુરત (Surat)માં અને ગુરુગ્રામ (Gurgaon)માં ૨૩નો સમાવેશ થાય છે.

આ વર્ષે માર્ચમાં, હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ ૨૦૨૪એ જણાવ્યું હતું કે મુંબઈએ બીજિંગને પછાડીને "એશિયાનું અબજોપતિ હબ" બની ગયું છે. આ યાદી અનુસાર, મુંબઈમાં ૯૨ અબજોપતિ છે, જે બીજિંગના ૯૧ અબજોપતિ કરતાં વધુ છે. આ સૂચિમાં, ભારતની નાણાકીય રાજધાની આ ક્લબમાં ૨૬ નવા અતિ-સમૃદ્ધ વ્યક્તિઓને ઉમેર્યા, જેમની કુલ સંપત્તિ ૪૪૫ બિલિયન ડોલર છે, જ્યારે ચીનની રાજધાનીએ ૧૮ લોકો ગુમાવ્યા.


મુંબઈ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અબજોપતિની રાજધાની છે, જેમાં આ વર્ષે ૨૬ નવા અબજોપતિ ઉમેરાયા છે અને વિશ્વ અને એશિયાની અબજોપતિ રાજધાનીઓમાં ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં, મુંબઈ હવે ન્યૂયોર્ક (New York) જ્યાં ૧૧૯ અને લંડન (London)માં ૯૭ પછી અબજોપતિઓની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે ત્રીજા સ્થાને છે.

Whatsapp-channel Whatsapp-channel

29 August, 2024 08:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK