મહાકુંભની નાસભાગમાં ૩૦ લોકોનાં મોતની ઘટના વિશે હેમા માલિનીએ કહ્યું કે એટલી કંઈ મોટી ઘટના નહોતી, એને બઢાવી-ચઢાવીને રજૂ કરવામાં આવી રહી છે
ગઈ કાલે નવી દિલ્હીમાં સંસદભવનની બહાર પત્રકારો સાથે વાત કરતાં હેમા માલિની.
૨૯ જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભમાં થયેલી નાસભાગમાં ૩૦ લોકોએ જીવ ગુમાવ્યા એ ઘટના હેમા માલિનીના મતે બહુ નાની છે. BJPનાં મથુરાનાં સંસદસભ્ય હેમા માલિનીએ ગઈ કાલે મીડિયા સાથે વાતચીત કરતી વખતે નાસભાગની ઘટના વિશે કહ્યું હતું કે ‘જે લોકો બોલી રહ્યા છે એ તેમનું કામ છે બોલવાનું... ઊંધું, ખોટું બોલવાનું. હું કુંભમાં ગઈ હતી અને મેં પણ સરસ સ્નાન કર્યું હતું. બહુ સારું બધું થયું. આ ઘટના થઈ હતી એ સાચી વાત છે પણ એટલું મોટું કંઈ નહોતું થયું, પણ એ કેટલી મોટી ઘટના હતી એ મને નથી ખબર... આ ઘટનાને
બઢાવી-ચઢાવીને રજૂ કરવામાં આવી રહી છે.’

