આ પ્લૅટફૉર્મ ટૅલન્ટને રજૂ કરવા પૂરતું સીમિત નહીં રહે, પરંતુ કલાકારોના આર્ટિસ્ટિક ગ્રોથ પર પણ કામ કરશે
એકતા કપૂર
પ્રોડ્યુસર એકતા કપૂર હવે ટૅલન્ટ મૅનેજમેન્ટની દુનિયામાં એન્ટ્રી લઈ રહી છે. એકતાની કંપની બાલાજી ટેલિફિલ્મ્સે નવા ટૅલન્ટ મૅનેજમેન્ટ વેન્ચર ‘હુનર’ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે.
આ નવી કંપની નવોદિત કલાકારોને નિખારવા અને એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં વાર્તા કહેવા તેમ જ પર્ફોર્મન્સના કલ્ચરને મજબૂત કરવાના ઉદ્દેશથી બનાવવામાં આવી છે. ‘હુનર’નો હેતુ બૉલીવુડ અને ભારતીય ટેલિવિઝનના સ્થાપિત કલાકારોની સાથે-સાથે નવા ક્રીએટર્સ અને ઍક્ટર્સને પણ એક એવું પ્લૅટફૉર્મ આપવાનો છે જેથી એને યોગ્ય દિશા અને તક મળી શકે.
ADVERTISEMENT
કંપનીએ જણાવ્યા અનુસાર ‘આ પ્લૅટફૉર્મ ટૅલન્ટને રજૂ કરવા પૂરતું સીમિત નહીં રહે, પરંતુ કલાકારોના આર્ટિસ્ટિક ગ્રોથ પર પણ કામ કરશે. અહીં કલાકારોને યોગ્ય માર્ગદર્શન, બહેતર તક અને એક ક્રીએટિવ માહોલ આપવામાં આવશે, જેથી તેઓ પોતાની કળાને નિખારી શકે અને યાદગાર વાર્તાઓનો ભાગ બની શકે.
બાલાજી ટેલિફિલ્મ્સને હંમેશાં વિશ્વાસ રહ્યો છે કે ટૅલન્ટ ત્યારે જ ચમકે છે જ્યારે એને યોગ્ય માહોલ અને પ્રોત્સાહન મળે. ‘હુનર’ દ્વારા એક એવું પ્લૅટફૉર્મ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જ્યાં કલાકારોને માત્ર મૅનેજ નહીં કરવામાં આવે, તેમને સમજવામાં પણ આવશે.’
