Deoghar Road Accident: તમામ ઈજાગ્રસ્તોમાંથી ઘણા લોકોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધુ વધી શકે છે તેમ અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું
પ્રતીકાત્મક તસવીર
ઝારખંડના દેવઘર પાસે એક ભીષણ રોડ અકસ્માત (Deoghar Road Accident) સામે આવ્યો છે. કાવડયાત્રા પર નીકળેલા યાત્રીઓ સાથે આ કરુણ દુર્ઘટના બની છે.
અઢાર કાવડયાત્રીઓનાં મોત – અનેક ગંભીર રીતે ઘાયલ
ADVERTISEMENT
લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે આ દુર્ઘટના (Deoghar Road Accident)એ અત્યારસુધી અઢાર યાત્રિકોના જીવ લીધા છે. અન્ય ૨૦ જેટલા ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોમાંથી ઘણા લોકોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધુ વધી શકે છે તેમ અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું. હાલમાં તમામ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આજે આશરે વહેલી પહોરે સાડા ચાર કલાકે દેવઘરમાં મોહનપુર પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક બસ અને ગેસ સિલિન્ડર લઇ જતા વહન વચ્ચે ટક્કર થઇ હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે પાંચ કાંવડિયાઓનાં કાળનો કોળિયો બની ગયા છે. જે બસ આ દુર્ઘટનાનો ભોગ બની છે તે 32 સીટર બસ જમુનિયા જંગલ નજીક આ ભીષણ બનાવની અડફેટે આવી હતી.
વહીવટીતંત્ર સંતર્ક – સારવારમાં કોઇપણ કમી ન રહેવી જોઈએ એની તકેદારી લઇ રહ્યું છે તંત્ર
આ મોટા અને ભીષણ કહી શકાય એવા બનાવને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રને સતર્ક કરી દેવામાં આવ્યું છે. અને ઘાયલોની સારવારમાં કોઈ જ કમી ન રહી જાય તેની પૂરી તકેદારી રાખવાની પણ સૂચના તમામ નજીકની હોસ્પિટલો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આપી દેવામાં આવી છે. જોકે, ટ્રાફિક પોલીસના નાયબ અધિક્ષક લક્ષ્મણ પ્રસાદે આ બીના અંગે જણાવ્યું હતું કે આ રોડ અકસ્માતમાં અનેક લોકોનાં મોત થયાં છે અને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ભીષણ દુર્ઘટના (Deoghar Road Accident) બની તે દેવગઢ જિલ્લાના મોહનપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા જામુનિયા મોર નજીક ગોડ્ડા-દેવગઢ મુખ્ય માર્ગ પર બની હતી. આ ઘટના લગભગ સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ બની હતી. જેવો આ અકસ્માત થયાની જાણ થઇ કે તરત જ સ્થાનિકો મદદ માટે દોડી ગયા હતા. સ્થાનિકોએ આ બનાવની જાણ પોલીસને કરી હતી. પ્રિયરંજન કુમાર પોલીસકર્મીઓની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા.
Deoghar Road Accident: અત્યાર સુધીમાં અઢાર લોકોના મોત થયા છે અને ૨૦થી વધુ લોકો ઘાયલ થયા છે, એવા અહેવાલ છે. ઈજાગ્રસ્તોને સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ મૃતકો અને ઘાયલો બિહારના રહેવાસી હોવાનું કહેવાય છે. શ્રાવણી મેળાને કારણે દરરોજ લાખો ભક્તો ઝારખંડના પ્રખ્યાત બાબા બૈદ્યનાથ ધામના દર્શનાર્થે આવતા હોય છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ સહિત દેશના વિવિધ ભાગોમાંથી ભક્તો અહીં આવે છે. દેવઘર આવતા મોટાભાગના ભક્તો બસુકીનાથ પણ જાય છે. જેથી રસ્તા પર ભારે ટ્રાફિક પણ જામ થતો હોય છે.


