Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Delhi Crime News: મહિલાઓને ટાર્ગેટ કરતો આ ‘હાઈફાઈ’ ચોર એક જ વર્ષમાં અધધ કમાયો કે બન્યો હોટેલનો માલિક, પકડાયો

Delhi Crime News: મહિલાઓને ટાર્ગેટ કરતો આ ‘હાઈફાઈ’ ચોર એક જ વર્ષમાં અધધ કમાયો કે બન્યો હોટેલનો માલિક, પકડાયો

14 May, 2024 11:46 AM IST | Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Delhi Crime News: એક ચોરે ચોરી કરવાને અર્થે છેલ્લા એક વર્ષમાં 110 દિવસ સુધી અધધ 200 ફ્લાઈટમાં મુસાફરી કરી હતી. તે માત્ર ફલાઇટ્સમાં જ ચોરી કરતો હતો

ધરપકડની પ્રતીકાત્મક તસવીર

ધરપકડની પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. આ ચોર પહેલા ટ્રેનમાં ઘરેણાંની ચોરી કરતો હતો
  2. આ ચોરની પહાડગંજમાંથી ધરપકડ કરવામાં આવી છે
  3. આ ચોરે એરલાઈન્સમાં સફર કરીને મહિલા મુસાફરોની બેગમાંથી કિંમતી સામાનની ચોરી કરી

Delhi Crime News: ચોરનાં પણ ક્લાસ હોય છે! કારણકે દિલ્હી પોલીસે એક એવા અનોખા ચોરની ધરપકડ કરી છે જે માત્ર ને માત્ર વિમાનમાં જ ચોરીને અંજામ આપતો હતો. તેટલું જ નહીં આ ચોરે ચોરી કરવાને અર્થે છેલ્લા એક વર્ષમાં 110 દિવસ સુધી અધધ 200 ફ્લાઈટમાં મુસાફરી કરી હતી. 


શેની ચોરી કરતો હતો આ ચોર?



તમને જણાવી દઈએ કે માત્ર ફ્લાઇટમાં જ ચોરી કરતો આ ચોર પહેલા ટ્રેનમાં ઘરેણાંની ચોરી કરતો હતો, પરંતુ તેણે પોતાની ચોરી કરવાની પદ્ધતિને જાણે અપગ્રેડ કરી હોય એમે હવે તે માત્ર ફલાઇટ્સમાં જ ચોરી કરતો હતો. ફ્લાઇટમાં મહિલાઓના મોંઘા ઘરેણાં ચોરનાર આ શખ્સ ચોરીઓ કરીને એવો તો ધનવાન થઈ ગયો કે તેણે એક હોટેલ પણ ખરીદી લીધી. પ્રાપ્ત માહિતી અનુસાર આ ચોર ચોરીના ઈરાદે એક દિવસમાં 3-4 વખત હવાઈ મુસાફરી કરતો હતો અને ચોરીને અંજામ આપતો હતો.


કોણ છે આ આરોપી?

પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી રાજેશ કપૂરે એક વર્ષમાં ઓછામાં ઓછી 200 ફ્લાઇટમાં મુસાફરી કરી હતી. ડેપ્યુટી પોલીસ કમિશનર ઉષા રંગનાનીએ આ મામલે જણાવ્યું હતું કે કપૂરની પહાડગંજ (Delhi Crime News)માંથી ધરપકડ કરવામાં આવી છે. જ્યાં તેણે કથિત રીતે ચોરેલા દાગીના સંતાડી રાખ્યા હતા. વળી એવા પણ અહેવાલ છે કે આ ચોરે ચોરેલા દાગીનાને 46 વર્ષીય શરદ જૈનને વેચવાનો પણ પ્લાન બનાવ્યો હતો. જોકે તેની કરોલ બાગમાંથી ધરપકડ કરવામાં આવી છે. 


સીસીટીવી ફૂટેજમાં મામલો પકડાયો 

જ્યારથી આ ચોરીનો મામલો નોંધવામાં આવ્યો હતો ત્યારથી તપાસ શરૂ હતી. હવે તપાસ દરમિયાન એર ઈન્ડિયાના અધિકારીઓની મદદથી આઈજીઆઈ એરપોર્ટ, અમૃતસર એરપોર્ટ અને હૈદરાબાદ એરપોર્ટના સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. અનેકો કેમેરામાંથી વિડિયો ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ એક શંકાસ્પદને ઓળખવામાં આવ્યો હતો. આ એક જ એવો આરોપી દેખાયો હતો કે જે બંને ફ્લાઈટમાં જોવા મળ્યો હતો જેમાં ચોરીની ઘટનાઓ બની હતી. ત્યારબાદ પોલીસ (Delhi Crime News)ને વધુ શંકા જતાં આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પોતાના મૃત ભાઈના નામે ટિકિટ બૂક કરતો હતો આ ચોર

તમને જણાવી દઈએ કે આરોપી રાજેશ કપૂરે દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ, ચંદીગઢ, બેંગ્લોર, મુંબઈ, અમૃતસર જેવા મહત્વના એરપોર્ટ પરથી ઉપડતી અનેક એરલાઈન્સમાં સફર કરીને મહિલા મુસાફરોની બેગમાંથી કિંમતી સામાનની ચોરી કરી હોવાનું કબૂલ્યું (Delhi Crime News) છે. આ સાથે જ રાજેશ કપૂરે પોતાની અસલી ઓળખ છુપાવવા માટે ઘણી વખત પ્લાનિંગના ભાગરૂપે તેના મૃત ભાઈ ઋષિ કપૂરના નામે ટિકિટ બુક કરાવી હતી. જેથી કોઈને શંકા ન જાય. આ આરોપી પાસેથી મોટી માત્રામાં સોના-ચાંદીના દાગીના ઉપરાંત 660 નાના હીરા જપ્ત કરી લેવામાં આવ્યા છે. આ ચોરે ચોરી કરી કરીને એટલું ધન મેળવ્યું કે એક હોટેલ પણ ખરીદી લીધી હતી.

Whatsapp-channel Whatsapp-channel

14 May, 2024 11:46 AM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK