મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ (CSMIA)ને આજે નોંધપાત્ર વિક્ષેપનો સામનો કરવો પડ્યો હતો કારણ કે, અચાનક વરસાદના કારણે બંને રનવે બંધ થઈ ગયા હતા
છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ
Mumbai Airport Runway Closed: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ (Chhatrapati Shivaji Maharaj International Airport)ને આજે નોંધપાત્ર વિક્ષેપનો સામનો કરવો પડ્યો હતો કારણ કે, અચાનક વરસાદના કારણે બંને રનવે બંધ થઈ ગયા હતા. અનપેક્ષિત વરસાદને કારણે મુંબઈ ઍરપોર્ટનો રનવે બંધ કરવો પાડ્યો હતો અને હવાઈ મુસાફરી સ્થિતિ કફોડી બની ગઈ હતી. મુસાફરોને અસુવિધા થઈ અને સમયપત્રક ખોરવાઈ ગયું હતું.
DGCAના સૂત્રોએ મિડ-ડેને જણાવ્યું હતું કે, “રનવે અચાનક બંધ થવાથી, ચોમાસાની ઋતુ દરમિયાન પણ એક દુર્લભ ઘટનાએ અમને બધાને અચકાવ્યા હતા. ભારે વરસાદ તોફાની પવન સાથે, રનવેને લેન્ડિંગ અને ટેકઑફ માટે અનુચિત બનાવે છે, જેનાથી વિમાન માટે સંભવિત સલામતી જોખમ ઊભું થાય છે.”
ADVERTISEMENT
ફસાયેલા પેસેન્જરે (Mumbai Airport Runway Closed) કહ્યું કે, “ઍરપોર્ટ પર આવતા મુસાફરો મૂંઝવણમાં મુકાઇ ગયા હતા કારણ કે ફ્લાઇટ્સ ગ્રાઉન્ડ થઈ ગઈ હતી અને પ્રસ્થાન બોર્ડ રદ કરવો પડ્યો હતો. ઘણા પ્રવાસીઓ પોતાને અટવાયેલા જોવા મળે છે, તેઓ ક્યારે તેમના ગંતવ્ય પર પહોંચી શકશે તેની ખાતરી નથી.”
ઍરપોર્ટ સત્તાવાળાઓએ પરિસ્થિતિનું સંચાલન કરવા માટે ઝડપથી સંસાધનો (Mumbai Airport Runway Closed) એકત્રિત કર્યા, પરંતુ વરસાદની તીવ્રતાએ તેમના પ્રયત્નોને અવરોધ્યા હતા. મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ લિમિટેડ (MIAL)એ હજુ સુધી આ બાબતે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી, પરંતુ ઍરપોર્ટના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે વરસાદને કારણે રનવે બંધ થઈ ગયો હતો.
મુંબઈ ઍરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યામાં ૧૬ ટકા વધારો થયો
વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪માં છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ ખાતે પ્રવાસીઓની સંખ્યા ૧૬ ટકાના વધારા સાથે ૫.૨૮ કરોડ પર પહોંચી હતી. આ સાથોસાથ ઍર ટ્રાફિક મૂવમેન્ટ વાર્ષિક ધોરણે ૧૨ ટકાના વધારા સાથે ૩,૨૪,૯૭૨ પર પહોંચી હતી. ૧૧ નવેમ્બરે સૌથી વધુ ઍર ટ્રાફિક જોવા મળ્યો હતો અને મૂવમેન્ટ ૧૦૦૦ની સંખ્યા વટાવી ગઈ હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ૨૦૨૪ના નાણાકીય વર્ષમાં ૨.૬ કરોડની વિક્રમી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા હતા, જ્યારે ૨.૬૭ કરોડ પ્રવાસીઓ મુંબઈ ઍરપોર્ટ પરથી અન્યત્ર ગયા હતા. ઍરપોર્ટના આંકડાઓ અનુસાર ૨૦૨૩-’૨૪ના નાણાકીય વર્ષ દરમ્યાન પ્રવાસીઓના ૪.૦૭ કરોડ લગેજની હેરફેર કરવામાં આવી હતી જે ગયા વર્ષની સરખામણીમાં ૩૧ ટકાનો વધારો દર્શાવે છે.
ઍરપોર્ટના ટોચના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘૧૧ નવેમ્બરે સૌથી વધુ ૧૯૩૨ ટ્રાફિક મૂવમેન્ટ જોવા મળી હતી. આ સાથે અત્યાર સુધીમાં એક જ દિવસમાં સૌથી વધુ ટ્રાફિક નોંધાયો હતો. તદુપરાંત ડિસેમ્બરમાં ૪૮.૯ લાખ પ્રવાસીઓ સાથે સૌથી વધુ માસિક ટ્રાફિક નોંધાયો હતો જે ૨૦૨૨ના ડિસેમ્બરની સરખામણીમાં ૧૩ ટકા વધુ હતો.’