Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > આ વાઇરલ હીટ સેન્સિટિવ ફૅબ્રિક સ્ટિકર્સ નવરાત્રિમાં બની રહ્યાં છે ગેમ-ચેન્જર

આ વાઇરલ હીટ સેન્સિટિવ ફૅબ્રિક સ્ટિકર્સ નવરાત્રિમાં બની રહ્યાં છે ગેમ-ચેન્જર

Published : 14 October, 2026 05:30 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કપડાં પર સ્ટિકર લગાવો, ઇસ્ત્રી કરો અને રિચ ફેસ્ટિવ લુક રેડી

ઘૂંઘરૂ અને સ્વ‌સ્તિકનાં રેડી ‌સ્ટિકર્સ માર્કેટમાં મળે છે

ઘૂંઘરૂ અને સ્વ‌સ્તિકનાં રેડી ‌સ્ટિકર્સ માર્કેટમાં મળે છે


સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહેલાં ઘૂંઘરૂવાળાં પગલાં, સ્વસ્તિક અને માતાજીના મુખની આકૃતિવાળાં હીટ ટ્રાન્સફર સ્ટિકર્સ હવે પ્લેન કપડાંને રિચ ફેસ્ટિવ લુક આપે છે. કેવાં આઉટફિટ્સ પર આ સ્ટિકર્સ સૌથી વધુ ઉઠાવ આપશે અને જો બજારમાંથી ન ખરીદવાં હોય તો ઘરે જ સરળતાથી કેવી રીતે તૈયાર કરી શકાય એ જોઈએ

સોશ્યલ મીડિયા પર અત્યારે વાઇરલ હીટ ટ્રાન્સફર ફૅબ્રિક સ્ટિકર્સનો એક નવો જ ટ્રેન્ડ છવાયેલો છે. નવરાત્રિમાં ઘૂંઘરૂવાળાં પગલાં, સ્વાસ્તિક, શુભ ચિહનો તેમ જ માતાજીના મુખનાં સુશોભિત સ્ટિકર્સથી આઉટફિટ્સને સજાવવાનો ક્રેઝ ખૂબ વધી ગયો છે. ઑનલાઇન ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ્સ પર સહેલાઈથી અને સસ્તા ભાવે મળતાં હોવાથી લોકો પોતાનાં પ્લેન કે ટ્રેડિશનલ કપડાંને માત્ર થોડી સેકન્ડોમાં આકર્ષક લુક આપવા માટે આ ફૅબ્રિક સ્ટિકર્સનો ઉપયોગ કરી રહ્યા છે.



કેવાં આઉટફિટ્સ પર સારાં લાગે?


વાઇરલ થઈ રહેલાં ઘૂંઘરૂવાળાં પગલાં, સ્વસ્તિક અને માતાજીના મુખનાં સ્ટિકર્સ ટ્રેડિશનલ તેમ જ ફ્યુઝનવેઅર સાથે ખૂબ સરસ કમ્બાઇન થાય છે. જો તમારી પાસે પ્લેન કૉટન કે સિલ્કની ચણિયાચોળી, દુપટ્ટો અથવા કુરતી હોય તો એના ઘેર પર કે બૉર્ડર પર સ્વસ્તિક અને પગલાંનાં સ્ટિકર્સ ચોંટાડવાથી પ્લેન ફૅબ્રિકને તરત જ હેવી ટ્રેડિશનલ લુક મળે છે.

ફ્યુઝન લુક માટે ડેનિમ જૅકેટની બૅક સાઇડ પર માતાજીનું મુખ અથવા ઘૂંઘરૂવાળાં પગલાંનું મોટું સ્ટિકર ચોંટાડવાથી એક યુનિક બોહો-ટ્રેડિશનલ વાઇબ મળે છે.


પ્લેન બ્લાઉઝની સ્લીવ્ઝ પર અથવા બૅક નેક લાઇન પર નાનાં સ્વસ્તિક કે પગલાંનાં સ્ટિકર્સ મૂકવાથી બ્લાઉઝનું એમ્બ્રૉઇડરી જેવું ફિનિશિંગ આવે છે.

કુરતા-પાયજામા, શ્રગ અથવા દુપટ્ટાના ખૂણા પર આવાં ધાર્મિક અને સાંસ્કૃતિક ચિહનો ખૂબ શાનદાર અને સોબર લાગે છે. સિન્થેટિક કે ખૂબ પાતળાં નાયલોન કપડાં પર હીટ ટ્રાન્સફર સ્ટિકર્સ ચોંટાડવાનું ટાળવું. કૉટન, ખાદી, ડેનિમ કે સિલ્ક બ્લેન્ડ ફૅબ્રિક પર ઇસ્ત્રીની ગરમી યોગ્ય રીતે પકડે છે અને સ્ટિકર લાંબો સમય ટકે છે.

DIY સ્ટિકર્સ બનાવો

જો બજારમાં આ સ્ટિકર્સ ઉપલબ્ધ ન હોય કે તમારી પસંદગીની ડિઝાઇન ન મળતી હોય તો ઘરે જ OHP શીટ, ફૅબ્રિક ગ્લુ, ડેકોરેશનનો સામાન, પ્રેસ ઇસ્ત્રી અને બટર પેપરની મદદથી આ સ્ટિકર્સ સરળતાથી બનાવી શકાય છે. સૌથી પહેલાં OHP શીટ પર તમને ગમતી ડિઝાઇન જેમ કે ઘૂંઘરૂવાળા પગ, સ્વસ્તિક અથવા માતાજીનું મુખ માર્કર પેનથી ડ્રૉ કરો અથવા ઇન્ટરનેટ પરથી પ્રિન્ટઆઉટ લઈને શીટ નીચે મૂકી ટ્રેસ કરી લો.

 આ ડિઝાઇનમાં ઍક્રિલિક ફૅબ્રિક કલર પૂરો. જો ઘૂઘરી કે ગ્લિટર ઉમેરવાં હોય તો ફૅબ્રિક ગ્લુની મદદથી એને ડિઝાઇન પર સરસ રીતે ચોંટાડી દો. ડિઝાઇનને બેથી ૩ કલાક સુકાવા દો.

હીટ ટ્રાન્સફર માટે ગ્લુનું લેયર જરૂરી છે. રંગ અને ડેકોરેશન પૂરી રીતે સુકાઈ જાય પછી ડિઝાઇનની પાછળના ભાગે જે ભાગ કપડા પર ચોંટાડવાનો છે ત્યાં ફૅબ્રિક ગ્લુનું એકસરખું સ્તર લગાવો. ગ્લુ થોડું સુકાય અને ચીકણું થાય ત્યાં સુધી રાહ જુઓ.

પછી કાતરની મદદથી ડિઝાઇનની બૉર્ડર બરાબર જાળવીને OHP શીટમાંથી સ્ટિકર કાપી લો. હવે આ સ્ટિકરને કપડા પર યોગ્ય જગ્યાએ ગોઠવો. સ્ટિકર પર બટર પેપર અથવા સુતરાઉ કપડું મૂકો. મધ્યમ ગરમ ઇસ્ત્રીને ૩૦થી ૪૦ સેકન્ડ માટે એના પર થોડું પ્રેસ કરીને ફેરવો.

કપડું સંપૂર્ણપણે ઠંડું થઈ જાય એટલે ઉપરથી OHP શીટને ધીમેથી ઉખાડી લો. તમારું કસ્ટમ હીટ ટ્રાન્સફર ફૅબ્રિક સ્ટિકર તૈયાર થઈ જશે.

Whatsapp-channel Whatsapp-channel

14 October, 2026 05:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK