Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > દિલ્હી કૅપિટલ્સના બૅટિંગ કોચ તરીકે યુવરાજ સિંહ પોતાના કોચિંગ કરીઅરની ઑફિશ્યલ શરૂઆત કરશે

દિલ્હી કૅપિટલ્સના બૅટિંગ કોચ તરીકે યુવરાજ સિંહ પોતાના કોચિંગ કરીઅરની ઑફિશ્યલ શરૂઆત કરશે

Published : 14 October, 2026 09:50 AM | Modified : 14 October, 2026 10:53 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુવરાજ સિંહની IPL 2027 માટે દિલ્હી કૅપિટલ્સના સહાયક અને બૅટિંગ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

યુવરાજ સિંહ

યુવરાજ સિંહ


યુવરાજ સિંહની IPL 2027 માટે દિલ્હી કૅપિટલ્સના સહાયક અને બૅટિંગ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. દિલ્હી કૅપિટલ્સ સાથેની આ નિમણૂક તેની પ્રથમ ઑફિશ્યલ કોચિંગ કામગીરી હશે. અગાઉ તે અભિષેક શર્મા જેવા યંગસ્ટર્સને પર્સનલ કોચિંગ આપી ચૂક્યો છે. 

યુવરાજ સિંહને ૨૦૧૫માં દિલ્હી કૅપિટલ્સે ૧૬ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. એ સમયે તે  IPLના ઇતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. હેડ કોચ સૌરવ ગાંગુલી સાથે મળીને યુવરાજ સિંહ દિલ્હીને પ્રથમ IPL ખિતાબ અપાવવાનો પ્રયાસ કરશે.



અફઘાનિસ્તાન-બંગલાદેશ વચ્ચેની ટેસ્ટ-મૅચ પહેલી જ વખત ડ્રૉ રહી 


૪૭૯ રનના વિશાળ ટાર્ગેટ સામે અફઘાનિસ્તાને અંતિમ બે વિકેટ બચાવી રાખીને ૩૭૨-૭નો સ્કોર કર્યો 

અબુ ધાબીમાં રમાયેલી અફઘાનિસ્તાન અને બંગલાદેશ વચ્ચેની એકમાત્ર ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી છે. બન્ને વચ્ચે પહેલી વખત કોઈ મૅચ ડ્રૉ થઈ છે. અગાઉ બન્ને વચ્ચે રમાયેલી બે ટેસ્ટ-મૅચમાંથી અફઘાનિસ્તાન ૨૦૧૯ની અને બંગલાદેશ ૨૦૨૩ની ટેસ્ટ-મૅચ જીત્યું હતું. બંગલાદેશી ટીમે અનુક્રમે ૩૪૬-૧૦ અને ૩૭૨-૭ના સ્કોર સાથે ૪૭૯ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૨૪૦ રન કરનાર અફઘાનિસ્તાને પાંચમા દિવસના અંતે બીજી ઇનિંગ્સમાં ૧૪૨ ઓવરમાં ૩૪૬-૮નો સ્કોર કરીને બે વિકેટ બચાવીને મૅચ ડ્રૉ કરી હતી. ૫૩ રન, ૧૦૨ રનની ઇનિંગ્સની સાથે વિકેટકીપર તરીકે ૮ કૅચ પકડવાનો અનોખો રેકૉર્ડ બનાવનાર લિટન દાસ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.


પી.વી. સિંધુ અને લક્ષ્ય સેન ડેનમાર્ક ઓપનના પહેલા રાઉન્ડમાં હાર્યાં

ગઈ કાલે શરૂ થયેલી ડેનમાર્ક ઓપન સુપર 750 બૅડ્‍મિન્ટન ટુર્નામેન્ટના પહેલા દિવસે ભારતને મોટી નિરાશા મળી હતી. પી.વી. સિંધુને જર્મન હરીફ સામે ૧૩-૨૧, ૨૫-૨૩, ૨૧-૧૯થી હાર મળી હતી, જ્યારે લક્ષ્ય સેનને તાઇવાનના ખેલાડી સામે ૧૮-૨૧, ૨૧-૧૩, ૨૧-૧૫થી હારનો સામનો કરવો પડ્યો. પુરુષ સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંત ફ્રાન્સના હરીફ સામે ૨૨-૨૦, ૨૧-૧૯થી અને મહિલા સિંગલ્સમાં તન્વી શર્મા જપાનની હરીફ સામે ૨૧-૧૭, ૧૬-૨૧, ૨૧-૧૯ના સ્કોરથી જીતીને બીજા રાઉન્ડમાં પહોંચ્યાં છે.

હૅમસ્ટ્રિંગની ઇન્જરીની સર્જરી કરાવ્યા પછી લાંબા સમય સુધી મેદાનથી દૂર રહેશે જૉસ બટલર

ઇંગ્લૅન્ડના વિકેટકીપર-બૅટર જૉસ બટલરે હાલમાં હૉસ્પિટલથી પોતાની સર્જરી પછીનો ફોટો શૅર કર્યો હતો. હૅમસ્ટ્રિંગની ઇન્જરીની સર્જરી કરાવ્યા પછી જૉસ બટલરે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર લખ્યું, ‘સર્જરી સફળ રહી છે અને ફિટ થવાની દિશામાં આગળ વધી રહ્યો છું. પહેલાં કરતાં વધુ પ્રેરિત અનુભવી રહ્યો છું.’

૩૬ વર્ષનો જૉસ બટલર ૨૪ સપ્ટેમ્બરે શ્રીલંકા સામેની બીજી વન-ડે મૅચ દરમ્યાન ઇન્જર્ડ થયો હતો. ૨૦ ઑક્ટોબરથી શરૂ થતી ઇંગ્લૅન્ડની પાકિસ્તાન ટૂર પરથી તે પહેલાંથી જ બહાર થઈ ગયો છે. તેના સ્વસ્થ થવા માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા આપવામાં આવી નથી. એના કારણે નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયા ટૂર અને જાન્યુઆરી ૨૦૨૭માં SA20 લીગમાં તેની ભાગીદારી જોખમમાં મુકાઈ છે.

આયુષ મ્હાત્રે હૅમસ્ટ્રિંગ ઇન્જરીને કારણે એક મહિના સુધી મેદાનની બહાર રહેવાની શક્યતા

ચંડીગઢ સામેની રણજી ટ્રોફી મૅચમાં મુંબઈ માટે ઓપનિંગ કરતી વખતે વાઇસ-કૅપ્ટન આયુષ મ્હાત્રેના જમણા હૅમસ્ટ્રિંગમાં ઇન્જરી થઈ હતી. તેને ગ્રેડ 4નું ટીયર (સ્નાયુ ફાટવા) થયું છે જેના કારણે તે હવે વધુ એક મહિના માટે મેદાનની બહાર રહેશે. પહેલી ઇનિંગ્સમાં ૮૨ બૉલમાં ૪૮ રન કરનાર આયુષ મ્હાત્રેને IPL 2026 દરમ્યાન ડાબા પગના હૅમસ્ટ્રિંગમાં ઇન્જરી થઈ હતી. લગભગ ૬ મહિના પછી આયુષ મ્હાત્રે કોઈ મૅચ રમી રહ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

14 October, 2026 10:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK