Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 47,704 કેસ, 654 દર્દીઓનાં મોત

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 47,704 કેસ, 654 દર્દીઓનાં મોત

28 July, 2020 11:02 AM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 47,704 કેસ, 654 દર્દીઓનાં મોત

મુંબઈના સાયન પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓનો ટેસ્ટ કરાત પાલિકાના કર્મચારીઓ (તસવીર: આશિષ રાજે)

મુંબઈના સાયન પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓનો ટેસ્ટ કરાત પાલિકાના કર્મચારીઓ (તસવીર: આશિષ રાજે)


દેશમાં કોરોના વાયરસ (COVID-19) બેકાબૂ થઈ રહ્યો છે. દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 47,704 નવા કેસ નોંધાયા છે અને 654 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 14,83,157 કેસ નોંધાયા છે. જેમાંથી 4,96,988 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 9,52,743 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ 33,425 લોકો મૃત્યુ પામ્યા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 7,924 નવા કેસ નોંધાયા છે અને 227 લોકોના મોત થયા છે. જ્યારે 8,706 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 3,83,723 થઈ ગયો છે. તેમાંથી 1,47,896 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 13,883 લોકો મૃત્યુ પામ્યા છે અને 2,21,944 લોકો સારવાર બાદ સાજા થયા છે.



ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાંય દિવસોથી સંક્રમિતોનો આંકડો 1,000ને પાર કરી રહ્યો છે. સોમવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં 1,052 નવા કેસ નોંધાયા હતા અને 22 લોકોના મોત થયા હતા. જ્યારે 1,015 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 56,874 થઈ ગયો છે. જેમાંથી 13,146 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 2,348 લોકોના મોત થયા છે અને 41,380 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે સોમવારે કોરોનાના 5,28,000 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2020 11:02 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK