Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શૉ​કિંગ : સગીર ટીનેજર થઈ બે વાર પ્રેગ્નન્ટ, પહેલા બાળકને વેચી દેવાયું

શૉ​કિંગ : સગીર ટીનેજર થઈ બે વાર પ્રેગ્નન્ટ, પહેલા બાળકને વેચી દેવાયું

30 April, 2024 06:48 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પીડિતાની ફરિયાદને આધારે પોલીસે તેનાં મા-બાપ સહિત ૧૬ લોકો સામે ગુનો દાખલ કર્યો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


નાલાસોપારામાં એક ટીનેજરનો શૉકિંગ કિસ્સો સામે આવ્યો છે. આ ટીનેજર પર બે વર્ષમાં બે વખત બળાત્કાર થયો અને તે બે વખત પ્રેગ્નન્ટ પણ થઈ હતી. ત્યાર બાદ તેના એક બાળકને વેચી દેવામાં આવ્યું હતું. આ મામલામાં તેની સાથે બળાત્કાર કરનારા બે યુવકો, હૉસ્પિટલના ડૉક્ટર, ભૂતપૂર્વ કૉર્પોરેટર સહિત ૧૬ લોકો સામે બળાત્કાર અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.  

આ પીડિતા હાલ ૧૭ વર્ષની છે. બે વર્ષ પહેલાં તેને સ્થાનિક યુવક સાથે પ્રેમ થયો હતો ત્યાર બાદ તેમનો સંબંધ બંધાતાં તે પ્રેગ્નન્ટ થઈ હતી, પરંતુ તે પ્રેગ્નન્ટ થઈ હોવાનું તેના પ્રેમીને જાણ થતાં તેણે પોતાના હાથ ઉપર કરી દીધા હતા. જોકે મામલો થાળે પાડવા માટે એ વિસ્તારના ભૂતપૂર્વ કૉર્પોરેટરની મદદથી સગીરાના પ્રેમી પાસેથી ચાર લાખ રૂપિયા લઈને મામલો રફેદફે કરવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ કૉર્પોરેટર, પીડિતાનાં માતા-પિતા, મિડલમૅન સહિતના લોકોએ આ પૈસા આપસમાં વહેંચી લીધા હતા. ત્યાર બાદ નાલાસોપારાની એક હૉસ્પિટલમાં તેની ડિલિવરી કરાવવામાં આવી હતી. પીડિતાએ નાલાસોપારાના આચોલે પોલીસમાં કરેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે તેનું બાળક બળજબરીથી એક મહિલાને વેચી દેવામાં આવ્યું હતું.



પહેલો મામલો થાળે પાડવા તેનાં માતા-પિતા ઘર બદલીને બીજે રહેવા જતાં રહ્યાં હતાં, પરંતુ ત્યાં પણ એક યુવકે ટીનેજર સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ વખતે પણ તેણે અમરાવતીની એક હૉસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો, પરંતુ આ યુવકે તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી અને તેને છોડી દીધી હતી. અત્યારે તે બાળક ટીનેજર પાસે જ છે. આટલું ભોગવ્યા બાદ પીડિતાએ એક મહિલા સામાજિક કાર્યકર સાથે રવિવારે અચોલે પોલીસ-સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવી હતી.


આ કેસમાં આચોલે પોલીસે નાલાસોપારાની એક હૉસ્પિટલના બે ગુજરાતી ડૉક્ટર, બાળકી પર બળાત્કાર કરનારા બે યુવકો, યુવતીનાં માતા-પિતા, ભૂતપૂર્વ કૉર્પોરેટર અને બાળકને વેચનાર મહિલા સહિત કુલ ૧૬ સામે ગુનો નોંધ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2024 06:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK