આમ આદમી પાર્ટીના ચીફ અરવિંદ કેજરીવાલ અને તૃણમૂલ કૉન્ગ્રેસનાં સુપ્રીમો મમતા બૅનરજી વચ્ચેની મીટિંગ વિશે તેમણે કહ્યું હતું કે ‘હવે ભારતના લોકો મોદીથી નિરાશ થઈ ગયા છે.

નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)
કૉન્ગ્રેસના સંસદસભ્ય અધીર રંજન ચૌધરીના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘પગલા’ ગણાવતા સ્ટેટમેન્ટને લઈને વિવાદ થયો તો ગઈ કાલે તેમણે એના વિશે ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમણે તો માત્ર લોકોની લાગણીઓનો પડઘો પાડ્યો હતો અને ૨,૦૦૦ રૂપિયાની નોટને પાછી ખેંચી લેવાને લઈને ઑલરેડી લોકો જે રીઍક્શન આપી રહ્યા છે એ જ વાત તેમણે કહી છે.
૨,૦૦૦ની નોટના મુદ્દે વાત કરતી વખતે પશ્ચિમ બંગાળ કૉન્ગ્રેસના અધ્યક્ષે જીભ પરથી કન્ટ્રોલ ગુમાવ્યો અને કહ્યું હતું કે ‘તેઓ મોદી નથી, પરંતુ પગલા મોદી છે. લોકો તેમને પગલા મોદી કહે છે.’ આમ આદમી પાર્ટીના ચીફ અરવિંદ કેજરીવાલ અને તૃણમૂલ કૉન્ગ્રેસનાં સુપ્રીમો મમતા બૅનરજી વચ્ચેની મીટિંગ વિશે તેમણે કહ્યું હતું કે ‘હવે ભારતના લોકો મોદીથી નિરાશ થઈ ગયા છે. લોકો કહે છે કે મોદી ‘પગલા’ મોદી છે. હવે લોકો જ્યારે મોદીની વિરુદ્ધ થયા છે ત્યારે આમ આદમી પાર્ટી અને તૃણમૂલ જેવી પાર્ટીઓ પ્રસ્તુત બનવાની કોશિશ કરી રહી છે.’

