રિપોર્ટ્સ મુજબ ૧૯૯૦ના દાયકામાં અક્ષય અને કરિશ્માના ડેટિંગની ચર્ચાઓ શરૂ થઈ હતી. કહેવાય છે કે કરિશ્મા અને અક્ષય એકબીજાને પ્રેમ કરતાં હતાં અને પરિવાર પણ આ સંબંધથી ખુશ હતો.
કરિશ્મા કપૂરનાં લગ્નમાં અક્ષય ખન્ના
‘ધુરંધર’ની રિલીઝ પછી અક્ષય ખન્ના સતત ચર્ચામાં છે. લોકો તેના જૂના વિડિયો શોધીને શૅર કરી રહ્યા છે. વર્ષો પહેલાંની રિલેશનશિપની પણ હવે ચર્ચા થઈ રહી છે. આ સંજોગોમાં હવે કરિશ્મા કપૂરનાં લગ્નની એક જૂની વિડિયો-ક્લિપ પણ વાઇરલ થઈ રહી છે જેમાં અક્ષય જેન્ટલમૅનની જેમ કરિશ્માના હાથ પર કિસ કરતો જોવા મળે છે. આ વિડિયોમાં અક્ષય ખન્ના, તેનો ભાઈ રાહુલ ખન્ના અને માતા ગીતાંજલિ પણ હાજર હતાં.
આ વિડિયોમાં જોવા મળે છે કે રાહુલ ખન્ના અને ગીતાંજલિ સંજય કપૂર અને કરિશ્મા કપૂરની જોડીને હગ કરીને શુભેચ્છા આપે છે, જ્યારે અક્ષય ખન્ના દુલ્હન કરિશ્મા કપૂરના હાથ પર કિસ કરીને તેને અભિનંદન આપે છે. આ વિડિયો એ સમયનો છે જ્યારે અક્ષય અને કરિશ્માની રિલેશનશિપની ચર્ચા ચાલતી હતી.
રિપોર્ટ્સ મુજબ ૧૯૯૦ના દાયકામાં અક્ષય અને કરિશ્માના ડેટિંગની ચર્ચાઓ શરૂ થઈ હતી. કહેવાય છે કે કરિશ્મા અને અક્ષય એકબીજાને પ્રેમ કરતાં હતાં અને પરિવાર પણ આ સંબંધથી ખુશ હતો. એ પછી કરિશ્માના પિતા રણધીર કપૂરે અક્ષયના પિતા વિનોદ ખન્ના પાસે લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો, પણ એ સમયે કરિશ્માની મમ્મી બબીતા આ સંબંધના પક્ષમાં નહોતી, કારણ કે એ સમયે કરિશ્મા કરીઅરની ટોચ પર હતી. આ સંજોગોમાં કરિશ્મા અને અક્ષયે ક્યારેય પોતાના સંબંધને લઈને જાહેરમાં કોઈ ટિપ્પણી કરી નહોતી.


