Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મારા કહેવાથી વડા પ્રધાન બુધવારે સંસદમાં નહોતા આવ્યા: સ્પીકર

મારા કહેવાથી વડા પ્રધાન બુધવારે સંસદમાં નહોતા આવ્યા: સ્પીકર

Published : 06 February, 2026 08:20 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉન્ગ્રેસે હુમલો કરવાનું પ્લાનિંગ કર્યું હોવાનો દાવો કરીને સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે નરેન્દ્ર મોદી સાથે કંઈક અજુગતું થઈ શકે એમ હોવાથી મેં જ તેમની સ્પીચ ટાળી હતી

ઓમ બિરલા

ઓમ બિરલા


લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગઈ કાલે કહ્યું હતું કે ‘બુધવારે લોકસભામાં વડા પ્રધાન સાથે કંઈક અજુગતું ઘટી શકે એમ હતું. એને કારણે તેમની બુધવારે સાંજે પાંચ વાગ્યાની સ્પીચ ટાળવી પડી હતી. વડા પ્રધાનની સ્પીચ દરમ્યાન કૉન્ગ્રેસ તેમના પર હુમલો કરવાની યોજના બનાવી રહી હોવાની આશંકા હોવાથી મેં જ તેમને ન આવવાનો આગ્રહ કર્યો હતો.’

વિપક્ષની મહિલા સંસદસભ્યોએ હંગામો કરતાં સ્પીકરે સંસદની કાર્યવાહી સ્થગિત કરી દેતાં વડા પ્રધાનનું સંબોધન ટળી ગયું હતું. ધન્યવાદ-પ્રસ્તાવને સંસદમાં હંગામા વચ્ચે ગઈ કાલે પાસ કરવામાં આવ્યો હતો. ૨૦૦૪ પછી પહેલી વાર આ પ્રસ્તાવ વડા પ્રધાનના ભાષણ વિના પાસ થયો છે. સ્પીકરે વિપક્ષી સંસદસભ્યોને કહ્યું હતું કે જો તમે પોસ્ટર લઈને આવશો તો સત્ર આગળ નહીં ચાલે. ઓમ બિરલાએ કહ્યું હતું કે ‘બુધવારે લોકસભાના અધ્યક્ષના કાર્યાલયમાં જે થયું એ સંસદના ઇતિહાસમાં કદી નથી થયું. જે રીતે મહિલા સભ્યો વડા પ્રધાનની સીટ સુધી પહોંચી ગઈ એ આખા દેશે જોયું. એ યોગ્ય નહોતું. આ સંસદની ગરિમાને યોગ્ય નહોતું.’


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2026 08:20 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK