ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં રામ જન્મભૂમિ સંકુલની અંદર આઠ નવા બનેલા મંદિરોમાં મૂર્તિઓની સ્થાપના સાથે `રાજા રામ`નો અભિષેક કરવામાં આવ્યો હતો. આજે મંદિરમાં બીજો મોટો અભિષેક સમારોહ હતો. આ વિધિ `અભિજીત મુહૂર્ત` દરમિયાન થઈ હતી, જેને હિન્દુ કેલેન્ડરમાં સૌથી શુભ મુહૂર્તોમાંનો એક માનવામાં આવે છે. દેવતાઓનો અભિષેક સવારે 6:30 વાગ્યે `યજ્ઞ મંડપ`માં પ્રાર્થના સાથે શરૂ થયો હતો, ત્યારબાદ સવારે 9 વાગ્યે `હવન` કરવામાં આવ્યો. કૅમેરા અને મોટી સ્ક્રીન જેવી દ્રશ્ય ટૅકનોલૉજીની મદદથી, બધા મંદિરોમાં એક સાથે કેન્દ્રીયકૃત ધાર્મિક વિધિઓ શરૂ થઈ. (તસવીરો: એજન્સી)
06 June, 2025 06:51 IST | Ayodhya | Gujarati Mid-day Online Correspondent