Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > એક નેતાએ ૭૫મી વર્ષગાંઠ પર મને ફોન કરીને મારી ઉંમર યાદ દેવડાવી, મેં કહ્યું મારી પાસે હજી ૨૫ વર્ષ બાકી છે

એક નેતાએ ૭૫મી વર્ષગાંઠ પર મને ફોન કરીને મારી ઉંમર યાદ દેવડાવી, મેં કહ્યું મારી પાસે હજી ૨૫ વર્ષ બાકી છે

Published : 07 February, 2026 07:42 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પરીક્ષા પે ચર્ચામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ણન કર્યું એક અનોખા સંવાદનું

`પરીક્ષા પે ચર્ચા`માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી

`પરીક્ષા પે ચર્ચા`માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી


‘પરીક્ષા પે ચર્ચા’ દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે મજાક કરતા જોવા મળ્યા હતા અને ગંભીર મુદ્દાઓ પર ચર્ચા પણ કરી હતી. એક વિદ્યાર્થીએ ઉલ્લેખ કર્યો કે મારો જન્મદિવસ વડા પ્રધાનના જન્મદિવસ સાથે આવે છે. આ સાંભળીને આખો હૉલ સ્મિતથી ભરાઈ ગયો હતો. આનાથી વાતાવરણ હળવું થયું હતું એટલું જ નહીં, કાર્યક્રમમાં ઉષ્મા પણ વધી ગઈ હતી.
આ કમેન્ટ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘મારી ૭૫મી વર્ષગાંઠ પર મને એક નેતાનો ફોન આવ્યો હતો. નેતાએ મજાકમાં મને કહ્યું કે તમે ૭૫ વર્ષના છો. આના પર મેં જવાબ આપ્યો કે મારી પાસે હજી પચીસ વર્ષ બાકી છે. હું આ ફિલસૂફી સાથે પોતાનું જીવન જીવું છું. હું જે ગયું છે એના માટે જીવતો નથી, હું જે બાકી છે એના માટે જીવું છું. તેથી હું તમને પણ વિનંતી કરું છું કે  જે ગયું છે એની ગણતરી કરવામાં સમય બગાડો નહીં, જે બાકી છે એને જીવવા વિશે વિચારો.’


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2026 07:42 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK