Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દેશની સૌથી પહેલી અને મોટી કો-ઑપરેટિવ કૅબ-સર્વિસ ભારત ટૅક્સી દિલ્હી અને ગુજરાતમાં લૉન્ચ થઈ

દેશની સૌથી પહેલી અને મોટી કો-ઑપરેટિવ કૅબ-સર્વિસ ભારત ટૅક્સી દિલ્હી અને ગુજરાતમાં લૉન્ચ થઈ

Published : 06 February, 2026 08:58 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘ભારત ટૅક્સી’ દુનિયાની સૌથી મોટી કૉ-ઑપરેટિવ કૅબ-સર્વિસ છે જેને દેશની ૮ મોટી સહકારી સંસ્થાઓના સહયોગથી ઑપરેટ કરવામાં આવશે.

ગઈ કાલે દિલ્હીમાં જોવા મળેલી ‘ભારત ટૅક્સી’ની કૅબ.

ગઈ કાલે દિલ્હીમાં જોવા મળેલી ‘ભારત ટૅક્સી’ની કૅબ.


‘ભારત ટૅક્સી’ દુનિયાની સૌથી મોટી કૉ-ઑપરેટિવ કૅબ-સર્વિસ છે જેને દેશની ૮ મોટી સહકારી સંસ્થાઓના સહયોગથી ઑપરેટ કરવામાં આવશે. આ સર્વિસની ‘ભારત ટૅક્સી ઍપ’ ગઈ કાલે ગૃહપ્રધાન અમિત શાહે લૉન્ચ કરી હતી. બે મહિનાની સફળ પાઇલટ-રન પછી હવે આ ઍપ દિલ્હી-NCR અને ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે. આગામી ૩ વર્ષમાં આ સર્વિસ દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિસ્તારવામાં આવશે. લૉન્ચ પ્રસંગે અમિત શાહે કહ્યું હતું કે ‘૩ વર્ષમાં ભારત ટૅક્સી આખા દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી કામાખ્યા સુધી શરૂ થઈ જશે. આ સહકારી ટૅક્સીની પહેલ શરૂ થઈ ત્યારે અંદાજ પણ નહોતો કે એ આટલા મોટા પાયે શક્ય બનશે. એમાં ટૅક્સી-ડ્રાઇવરોને જ ફાયદો થશે. આ સર્વિસથી થતો નફો ભારત ટૅક્સી સાથે જોડાયેલા ડ્રાઇવરોમાં જ શૅર કરવામાં આવશે. આ ઍપ યુઝર્સને કાર, થ્રી-વ્હીલર અને ટૂ-વ્હીલર બુક કરવાની સુવિધા આપશે.’ આ સુવિધાથી ઉબર, ઓલા અને રૅપિડો જેવાં પ્રાઇવેટ પ્લૅટફૉર્મ્સ સાથે કૉમ્પિટિશન વધશે. 


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2026 08:58 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK