પૂજા કરવાના બહાને ફ્લૅટમાં ઘૂસીને ૨૭,૦૦૦ રૂપિયાની પૂજાની થાળી અને ફૂલો ચોરી ગયો માણસ
ઘાટકોપરના ઘરદેરાસરમાં પૂજા કરીને ચોરી કરનારો માણસ CCTV કૅમેરામાં કેદ થઈ ગયો હતો.
ઘાટકોપર-વેસ્ટની નવરોજી લેનની એક સોસાયટીના ત્રીજા માળે આવેલા એક ઘર-દેરાસરમાં શનિવારે સવારે ૮.૩૦થી ૧૨.૩૦ વાગ્યા વચ્ચે પૂજાનાં કપડાંમાં પૂજા કરવાના બહાને ઘૂસીને એક માણસ અંદાજે ૨૭,૦૦૦ રૂપિયાની ચાંદીની થાળી અને પૂજાનાં ફૂલ ચોરીને પલાયન થઈ ગયો હતો. આ સમાચારથી ઘાટકોપરમાં ઘર-દેરાસરો ધરાવતા લોકો સાવધાન થઈ ગયા છે.
ચોરીની માહિતી આપતાં ઘાટકોપર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર બળવંત દેશમુખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બનાવ કામા લેનની પ્રેમ આશિષ સોસાયટીમાં બન્યો હતો. બનાવ બન્યો ત્યારે દેરાસરની રૂમમાં ઘરની કોઈ વ્યક્તિ હાજર નહોતી. ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં જોવા મળ્યા પ્રમાણે ફ્લૅટ નંબર ૩૦૨માં ૪૪ વર્ષની નેહલ રશ્મિ શાહના ફ્લૅટમાં એક અજાણ્યો ૩૫થી ૪૦ વર્ષનો માણસ સવારે ૧૦.૨૦ વાગ્યે પૂજાનાં કપડાંમાં પૂજા કરવાના બહાને ઘૂસ્યો હતો. જોકે તેણે પહેલાં ભગવાનની પૂજા કરી હતી અને ત્યાર બાદ દેરાસરવાળી રૂમમાં કોઈ આવે છે કે નહીં એ બાબતની ચોકસાઈ કરી લીધી હતી. એ પછી ત્યાં રાખેલી ૩૭૫ ગ્રામની ચાંદીની પૂજાની થાળી અને ૧૨ ગ્રામ ચાંદીનાં ફૂલ પોતાના ધોતિયામાં છુપાવીને ચૂપચાપ ઘરની બહાર નીકળી ગયો હતો. અમે CCTV કૅમેરાનાં ફુટેજ પરથી ચોરને શોધી રહ્યા છીએ.’
ADVERTISEMENT
નાગપુરમાં છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની વર્ષગાંઠની ભવ્ય ઉજવણી
નાગપુરમાં ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની ત્રણસોબાવનમી વર્ષગાંઠ ભવ્ય રીતે ઊજવાઈ હતી. તિથિ પ્રમાણે છત્રપતિના રાજ્યાભિષેકની વર્ષગાંઠ ગઈ કાલે હતી.

