મુંબઈના માલવણી વિસ્તારમાં એક 21 વર્ષીય યુવક દ્વારા પોતાની બહેનના પ્રેમીની હત્યા કરીને પોતાને પોલીસની સામે સરેન્ડર કરવાની ઘટના સામે આવી છે. આરોપીની ઓળખ આશીષ શેટ્ટી (21) તરીકે થઈ છે. હાલ પોલીસે હત્યાનો કેસ નોંધ્યા બાદ આરોપીની ધરપકડ કરી લીધી છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના માલવણી વિસ્તારમાં એક 21 વર્ષીય યુવક દ્વારા પોતાની બહેનના પ્રેમીની હત્યા કરીને પોતાને પોલીસની સામે સરેન્ડર કરવાની ઘટના સામે આવી છે. આરોપીની ઓળખ આશીષ શેટ્ટી (21) તરીકે થઈ છે. હાલ પોલીસે હત્યાનો કેસ નોંધ્યા બાદ આરોપીની ધરપકડ કરી લીધી છે.
હત્યા કરતાં પહેલા સાથે જ બેસીને પીધો હતો દારૂ
ધરપકડ બાદ આરોપી શેટ્ટીને કૉર્ટમાં રજૂ કરવામાં આવ્યો. જેના પછી તેને 11 સપ્ટેમ્બર સુધી પોલીસ અટકમાં મોકલી દેવામાં આવ્યો. પોલીસે જણાવ્યું કે આશીષ શેટ્ટીએ નિતિન સોલંકી (40)ની હત્યા કરી દીધી. કારણકે તેણે તેની માતા અને બહેનના ચરિત્ર પર અપમાનજનક ટિપ્પણી કરી હતી.
ADVERTISEMENT
માલવણી પોલીસ અધિકારી પ્રમાણે શેટ્ટીએ સ્વીકાર્યું કે તેણે માલવણીના માર્વે રોડ સ્થિત કૃષ્ણા આશ્રમ, કોલીવાડા, રામેશ્વર ગલી નજીક રૂમ નંબર-1માં નિતિન સોલંકીની હત્યા કરી હતી. સૂચના પર કાર્યવાહી કરતાં પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સોલંકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતો. જેના પછી તેને કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં ડૉક્ટર્સે તેને મૃત જાહેર કરી દીધો.
તપાસમાં ખબર પડી કે સોલંકી એક હૉસ્પિટલમાં કૅર ટેકર તરીકે કામ કરતો હતો અને શેટ્ટીની બહેન સાછે તેના સંબંધ હતા. આશીષને આ સંબંધો વિશે ખબર હતી, પણ સોલંકી કહેવાતી રીતે તાજેતરના દિવસોમાં તેની માતા અને બહેનનું અપમાન કરી રહ્યો હતો. જેને કારણે વારંવા ઝગડા થતાં હતા. શનિવારે રાતે લગભગ 10.30 વાગ્યે આશીષ જોગેશ્વરીમાં સોલંકીને મળ્યો અને બન્નેએ સાથે દારૂ પીધો.
આરોપીએ સ્વીકાર્યો ગુનો
આગામી સવારે બન્ને માલવણી આવી ગયા. જ્યાં ગુસ્સે ભરાયેલા આશીષે સોલંકીને દંડાથી તેને ક્રૂર અને નિર્દય બનીને ઢોર માર માર્યો. જેથી તે ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો. આ ઘટના બાદ આશીષ ડરીને માલવણી પોલીસ સ્ટેશન ગયો અને પોતાનો ગુનો તેણે સ્વીકારી લીધો.
ફરિયાદના આધારે માલવણી પોલીસે આશીષ શેટ્ટી વિરુદ્ધ હત્યાનો મામલો નોંધી લીધો અને તેની ધરપકડ કરી લેવામાં આવી. સાથે જ પોલીસે હુમલામાં વાપરેલી લાકડી પણ જપ્ત કરી લીધી છે. તો, સોલંકીના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
અન્ય ક્રાઈમ કેસ
પનવેલમાં મંગળા નિવાસમાં રહેતો સોબન માહતો નામનો હત્યાનો અપરાધી જામીન પર છૂટીને ઘરે આવ્યો હતો. બુધવારે રાતે ૮.૩૦ વાગ્યે તે ઘરનો દરવાજો તોડીને અંદર ઘૂસ્યો હતો. ત્યાર બાદ તેણે પોતાનાં મમ્મી-પપ્પા, ભાઈ, બે ભત્રીજા અને ભત્રીજીને રૂમમાં પૂરી દીધાં હતાં. ભત્રીજીના ગાલ પર દાંતરડું રાખીને પરિવારજનોને રૂમમાં ધકેલી દીધાં હતાં. પ્રૉપર્ટીના ઝઘડાને કારણે આરોપીએ આખા પરિવારને બાનમાં લીધો હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસ જ્યારે પરિવારજનોને છોડાવવા આવી ત્યારે ઝપાઝપીમાં આરોપીએ દાંતરડાથી ચાર પોલીસ-કર્મચારીઓ પર હુમલો કરીને તેમને લોહીલુહાણ કરી દીધા હતા. છેવટે પોલીસે આરોપીને પકડી લેતાં આખા ડ્રામાનો અંત આવ્યો હતો.


