ઍક્ટ્રેસ શોમાં શાકભાજી વેચનારી સુનીતાનો રોલ કરી રહી હતી
પ્રાજક્તાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં પોતાના પાત્રની તસવીર સાથે લખ્યું
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં ૧૭ વર્ષથી દર્શકોનો મનપસંદ શો બની રહ્યો છે. આ શોમાં ઘણા કલાકારો જોડાયા અને ઘણા લોકોએ ફરિયાદો કરીને મધ્યમાં જ શો છોડ્યો. હવે આ શોમાં શાકભાજી વેચનારી સુનીતાનો રોલ કરનાર પ્રાજક્તા શિસોદેએ શો છોડી દીધો છે. તેણે એક પોસ્ટ કરીને જણાવ્યું કે તે હવે શોનો ભાગ નથી. સાથે જ તેણે પોતાનું અપમાન થયું હોવાનો આક્ષેપ પણ કર્યો છે.
પ્રાજક્તાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં પોતાના પાત્રની તસવીર સાથે લખ્યું છે કે ‘તમે તે લોકો સાથે કામ ન કરો જેઓ તમારી લાગણીઓની કદર નથી કરતા અને તમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે. સુનીતાના આ પાત્ર માટે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’નો આભાર. હું મારી મહિલા મંડળની ટીમને ખૂબ યાદ કરીશ.’
ADVERTISEMENT
આ પોસ્ટની કૅપ્શનમાં પ્રાજક્તાએ લખ્યું છે કે હવે બહુ થયું અને સાથે જ હાથ જોડવાની ૩ ઇમોજી પણ મૂકી છે.


