ગઈ કાલના અણધાર્યા વરસાદ અને વવાઝોડાંએ મુંબઈગરાઓને ગરમીથી તો થોડી રાહત આપી પણ સાથે એટલાજ ત્રસ્ત પણ કર્યા હતા. મુંબઈમાં વર્ષના પહેલા વરસાદનાં આગમન સાથે જ ઠેર ઠેર વૃક્ષોનું પડવું હવે એક સહજ વાત બની ગઈ છે. ગઈ કાલના સુસવાટા મારતા પવને પણ શહેરમાં તારાજી સર્જી હતી. થાણે, જોગેશ્વરી, મુલુંડ જેવા અનેક વિસ્તારોમાં આકસ્મિક ધોરણે વૃક્ષો ધરાશાયી થયાં હતા. જુઓ આ તારાજીનાં દ્રશ્યો તસવીરોમાં
14 May, 2024 08:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent