Mumbai Weather Updates: ભારતીય હવામાન વિભાગે મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક ભાગોમાં યેલો અને ઓરેન્જ એલર્ટ જારી કરી છે; જેમાં ૫ થી ૭ મે દરમિયાન વાવાઝોડા, હળવા થી મધ્યમ વરસાદ અને ભારે પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department - IMD)એ મુંબઈ (Mumbai) અને તેના નજીકના જિલ્લાઓ સહિત મહારાષ્ટ્ર (Maharashtra)ના ઘણા ભાગોમાં વરસાદી અને તોફાની અઠવાડિયાની આગાહી કરી છે. મંગળવાર અને બુધવારે મુંબઈ, થાણે (Thane), રાયગઢ (Raigad) અને પાલઘર (Palghar) માટે યેલો એલર્ટ જારી કરવામાં આવી છે, જેમાં મધ્યમ વરસાદ, વાવાઝોડા અને તોફાની પવનોની ચેતવણી આપવામાં આવી છે.
IMD ની સાપ્તાહિક આગાહી મુજબ, આજે એટલે કે સોમવારે બપોર સુધીમાં મુંબઈમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે, જેનાથી તીવ્ર ગરમીમાંથી થોડી રાહત મળશે. મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસની નજીક રહી શકે છે.
ADVERTISEMENT
મંગળવારથી, વાવાઝોડા, હળવો થી મધ્યમ વરસાદ અને ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતા છે. ગુરુવાર અને શુક્રવાર સુધીમાં વાદળછાયું વાતાવરણ અને ક્યારેક ઝરમર વરસાદ સાથે હવામાન થોડું હળવું થવાની ધારણા છે.
IMDએ વિદર્ભ (Vidarbha)ના ચંદ્રપુર (Chandrapur) અને ગઢચિરોલી (Gadchiroli) માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. જ્યારે પુણે (Pune), નાસિક (Nashik), જલગાંવ (Jalgaon), સતારા (Satara), થાણે, પાલઘર અને મધ્ય મહારાષ્ટ્ર (Central Maharashtra) અને મરાઠવાડા (Marathwada)ના કેટલાક ભાગો સહિત અન્ય ઘણા વિસ્તારો માટે યેલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હવામાનમાં આ ફેરફાર ઉત્તર ભારતમાં હાલમાં સક્રિય પશ્ચિમી વિક્ષેપથી પ્રભાવિત થઈ રહ્યો છે, જે હિમાચલ પ્રદેશ (Himachal Pradesh), ઉત્તરાખંડ (Uttarakhand) અને દિલ્હી (Delhi)ને અસર કરી રહ્યો છે, જે હવે દેશના દક્ષિણ અને પશ્ચિમ ભાગોમાં લહેરનું કારણ બની રહ્યો છે.
૫ મેના રોજ મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વ્યાપક વરસાદની સંભાવના છે. આમાં કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભનો સમાવેશ થાય છે. ૬ મેના રોજ, સતારા, પુણે, નાસિક, અહમદનગર (Ahmednagar), જલગાંવ (Jalgaon) અને બીડ (Beed), જાલના (Jalna) અને છત્રપતિ સંભાજીનગર (Chhatrapati Sambhajinagar) સહિતના પૂર્વીય જિલ્લાઓમાં વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.
૭ મે સુધીમાં, કોંકણ (Konkan), મધ્ય અને ઉત્તર મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે, જ્યારે વિદર્ભ મોટાભાગે શુષ્ક રહેવાની ધારણા છે.
જોકે વરસાદથી મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાના કેટલાક ભાગોમાં તાજેતરમાં ૪૦ થી ૪૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેતા ઊંચા તાપમાનમાંથી ખૂબ જ જરૂરી રાહત મળશે. IMD એ રહેવાસીઓને ખાસ કરીને વાવાઝોડા અને તોફાની પવનો દરમિયાન સાવચેત રહેવા વિનંતી કરી છે.
દરમિયાન, IMD એ સોમવાર માટે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh), હિમાચલ પ્રદેશ (Himachal Pradesh), પંજાબ (Punjab), હરિયાણા (Haryana), બિહાર (Bihar), મધ્ય પ્રદેશ (Madhya Pradesh), છત્તીસગઢ (Chhattisgarh) અને તેલંગાણા (Telangana) માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.

