ગઇકાલે સાંજે મુંબઈના અનેક ઠેકાણે વરસાદ થયો અને ભારે પવનો ફૂંકાયા. આજે ૭ મેના રોજ મહારાષ્ટ્રમાં સરેરાશ તાપમાન ૨૮°C અને ૩૩°C ની વચ્ચે રહેશે. આજે ખાસ કરીને મુંબઈ, થાણે, પુણે અને કોંકણના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે. વરસાદનું પ્રમાણ ૦.૭ મીમીથી ૫.૫ મીમી સુધી હોઈ શકે છે. (તસવીરો સૌજન્ય - આશિષ રાજે, શાદાબ ખાન, સમિઉલ્લાહ ખાન)
08 May, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent