Delhi Rain News: આગામી બે કલાકમાં 70-80 કિમી/કલાકની ઝડપે તીવ્ર પવનો તોફાની ગતિએ આગળ વધી શકે છે. દિલ્હી માટે રેડ એલર્ટ જારી કરાયું છે.
વરસાદી માહોલની પ્રતીકાત્મક તસવીર
Delhi Rain News: દિલ્હીના હવામાનને લઈને મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે. એકાએક અહીંના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દિલ્હી-એનસીઆરમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અને ભારે વરસાદપણ થઈ રહ્યો છે. આ સાથે જ હવામાન વિભાગે ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જો કે સતત ભારે વરસાદને કારણે દિલ્હીના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દૃશ્યો પણ સામે આવ્યા છે.
ભારતીય હવામાન વિભાગએ દિલ્હી માટે રેડ એલર્ટ (Delhi Rain News) જાહેર કર્યું છે. જેમાં આગામી બે કલાકમાં 70-80 કિમી/કલાકની ઝડપે તીવ્ર પવનો તોફાની ગતિએ આગળ વધી શકે છે. એવી ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને દિલ્હીના લાજપત નગર, આર. કે. પુરમ અને દ્વારકા જેવા વિસ્તારો સૌથી વધુ પાણી ભરાઈ ગયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ સાથે જ ભારે વરસાદને કારણે આજે વહેલી સવારે દિલ્હી એરપોર્ટ પર પણ કામગીરીમાં પણ વિક્ષેપ પડ્યો હતો.ખરાબ હવામાન પરિસ્થિતિને કારણે 100થી પણ વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી.
ADVERTISEMENT
દિલ્હી એરપોર્ટના એક્સ અકાઉન્ટ પર એક એડવાઇઝરી જારી કરવામાં આવી હતી અને તેમાં જણાવાયું હતું કે દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે કેટલીક ફ્લાઇટ્સને અસર થઈ છે. મુસાફરોને ફ્લાઇટની અપડેટેડ માહિતી માટે તેમની સંબંધિત એરલાઇન્સનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે આ સંદર્ભે આગાહી કરી હતી અને તે અનુસાર બીજી મેથી ચોથી મે દરમિયાન ભારે પવન સાથે જોરદાર વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. હજી આવનાર બે દિવસ માટે પણ સતત વરસાદની આગાહી છે. જેમાં પવન પણ ફૂંકાશે.
ચાર જણના મોત- ચારેકોર તારાજીના દૃશ્યો
દરમિયાન ગાજવીજ અને ભારે વરસાદી ઝાપટાંને (Delhi Rain News) કારણે તારાજીના દૃશ્યો પણ સર્જાયા છે. અનેક વૃક્ષો ધરાશાયી થયાં હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે. દ્વારકાના ખરખરી કેનાલ વિલેજમાં ખેતર પર બનેલા ટ્યુબવેલ પર ઝાડ ધરાશાયી થયું હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે. જેમાં ચાર 4 લોકોનાં મોત થયાં હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે. આ સાથે જ એક વ્યક્તિના ઘાયલ થવાના પણ સમાચાર છે. મૃતકોની ઓળખ 26 વર્ષીય જ્યોતિ અને તેના ત્રણ બાળકો તરીકે થઈ છે. તેના પતિ અજયને નાની-મોટી ઈજાઓ થઈ છે.
દિલ્હી તેમ જ એનસીઆર સાથે અન્ય કેટલાંક વિસ્તારોમાં પણ અલર્ટ (Delhi Rain News) જારી કરાયું છે. જેમાં ખાસ કરીને ઉત્તર પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન, ઓડિશા, છત્તીસગઢ, દક્ષિણ ગંગાના તટવર્તી પશ્ચિમ બંગાળ અને ઉત્તર તટવર્તી આંધ્ર પ્રદેશમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.


