આ એક્સરસાઇઝમાં ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન ઍર ફૉર્સ સાથે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, ફોર્સ વન (મહારાષ્ટ્ર) અને મુંબઈ પોલીસના જવાનો જોડાયા હતા.
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ પર ડ્રિલમાં ભાગ લેનાર જવાન, કટોકટીભરી પરિસ્થિતિને હૅન્ડલ કરતો જવાન.
ભારત–પાકિસ્તાન વચ્ચેની અથડામણ બાદ હાલ દેશ બિનપરંપરાગત જોખમોનો સામનો કરી રહ્યો છે ત્યારે એ જોખમોને હૅન્ડલ કરવા દેશની સુરક્ષાયંત્રણાઓ કેટલી સાબદી છે અને એકબીજા સાથે કેટલો તાલમેલ ધરાવે છે એની ચકાસણી કરવા ૩૦ અને ૩૧ મેએ મુંબઈમાં એક સામૂહિક એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આર્મીના કોલાબા બેઝ સહિત બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ અને અન્ય મહત્ત્વનાં સ્થળોને સાંકળી લેવામાં આવ્યાં હતાં.
ADVERTISEMENT
વિવિધ સુરક્ષા એજન્સીના જવાનોની ગેટવે ઑફ ઇન્ડિયા પર સામૂહિક તસવીર.
આ એક્સરસાઇઝમાં ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન ઍર ફૉર્સ સાથે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, ફોર્સ વન (મહારાષ્ટ્ર) અને મુંબઈ પોલીસના જવાનો જોડાયા હતા. આ એક્સરસાઇઝ કરવાનો મૂળ હેતુ એ જાણવાનો હતો કે અલગ-અલગ એજન્સીઓ વચ્ચે કેટલો સહયોગ છે, આકસ્મિક ઘટનાને પહોંચી વળવા કેટલી તૈયારી છે, એક નહીં પણ અનેક જગ્યાએથી થતા હુમલાને કેટલો જલદી પ્રતિસાદ આપવામાં આવે છે.
આ એક્સરસાઇઝ હેઠળ સંખ્યાબંધ કટોકટીભરી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી, જેમાં ટેક્ટિકસ વાપરી એકબીજાના કો-ઑર્ડિનેશન સાથે કઈ રીતે કટકોટીમાં કામ થાય, રૅપિડ ડિપ્લૉયમેન્ટ ઑપરેશન્સ, લોકોની ભારે અવરજવરવાળો વિસ્તાર કઈ રીતે ખાલી કરાવવો, કઈ રીતે હુમલાખોરોને ઝબ્બે કરવા. લડતાં-લડતાં જો કોઈ મૃત્યુ પામ્યું હોય તો તેને કઈ રીતે ત્યાંથી ખસેડવા અને એકબીજાના સહયોગ સાથે આખું ઑપરેશન કઈ રીતે સફળતાપૂર્વક પાર પાડી શકાય એનો આ એક્સરસાઇઝમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ આખી એક્સરસાઇઝ ગણતરીના સમયમાં અને એ પણ સખત પ્રેશરમાં કઈ રીતે નિર્ણય લેવા એના પર કેન્દ્રિત હતી. સાથે જ સુરક્ષા-એજન્સીઓ દ્વારા સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર ફૉલો કરવામાં આવે એ બાબતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

