ટીચિંગ અને નૉન-ટીચિંગ સ્ટાફે પોતાની સંસ્થામાં હાજર રહીને સ્થાનિક પ્રશાસનના નિર્દેશ મુજબ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
પ્રતીકાત્મક તસવીર
પાલઘરમાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાને લીધે પ્રશાસને જિલ્લાની તમામ સ્કૂલ અને કૉલેજોમાં રજા જાહેર કરી છે.
પાલઘર જિલ્લાના કલેક્ટરે રવિવારે જાહેર કરેલ પરિપત્રમાં જણાવાયું હતું કે ‘હવામાન ખાતાની આગાહીને પગલે સોમવાર ૭ જુલાઈએ જિલ્લાના અમુક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે. એથી સાવચેતીના પગલારૂપે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. ટીચિંગ અને નૉન-ટીચિંગ સ્ટાફે પોતાની સંસ્થામાં હાજર રહીને સ્થાનિક પ્રશાસનના નિર્દેશ મુજબ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
ADVERTISEMENT
આજે પાલઘર ઉપરાંત થાણે, પુણે, નાશિક સહિત આઠ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મુંબઈમાં સારો વરસાદ રહેવાની આગાહી સાથે યલો અલર્ટ જાહેર કરવામાં આવી છે.


