વડા પ્રધાન નરેન્દ્ર મોદી 13 જુલાઈના રોજ પૅરિસ પહોંચ્યા. ફ્રાન્સના વડા પ્રધાન એલિઝાબેથ બોર્ને તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીના આગમન બાદ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદી બેસ્ટિલ ડે પરેડમાં `ગેસ્ટ ઑફ ઓનર` તરીકે હાજરી આપશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સની 2 દિવસની મુલાકાતે છે. મનમોહન સિંહને બેસ્ટિલ ડે પરેડ માટે ‘ગેસ્ટ ઑફ ઓનર’ તરીકે આમંત્રિત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના બીજા પીએમ છે જેમને આ આમંત્રણ મળ્યું છે. પીએમ મોદીની ફ્રાન્સની મુલાકાતથી ભારત અને ફ્રાન્સ વચ્ચેના આર્થિક સહયોગને વેગ મળશે એવી સંભાવના છે.

















