ચીનના નવા રાષ્ટ્રીય નકશાએ તેના પાડોશી દેશો ભારત, મલેશિયા અને ફિલિપાઈન્સને નારાજ કર્યા છે. ભારત અને મલેશિયા પછી ફિલિપાઇન્સ પણ નારાજ થયું છે. બેઇજિંગ પર તેમના પ્રદેશનો દાવો કરવાનો આરોપ મૂકતા સખત શબ્દોમાં નિવેદનો બહાર પાડીને વાંધો ઉઠાવવામાં આવ્યો છે. એક નિવેદનમાં ફિલિપાઇન્સે બેઇજિંગના સાર્વભૌમત્વને કાયદેસર બનાવવાના પ્રયાસને "આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ કોઈ આધાર ન હોવાનું" ગણાવ્યું હતું. જુઓ વીડિયો
ચીને 28 ઓગસ્ટના રોજ તેના `સ્ટાન્ડર્ડ મેપ` ની 2023 આવૃત્તિ બહાર પાડી હતી. જેમાં ખોટી રીતે ભારતના અમુક ભાગને ચીની ક્ષેત્ર તરીકે દર્શાવવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ સમિટમાં પીએમ મોદી અને શી જિનપિંગે સ્ટેજ શેર કર્યાના એક અઠવાડિયા પછી ચીનની આ `મેપ ગેમ` સામે આવી છે. 28 ઓગસ્ટે બહાર પાડવામાં આવેલા નકશામાં અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીન પ્રદેશને ચીનના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યો હતો. ચીને તાઈવાન અને દક્ષિણ ચીન સાગર પર પણ દાવા કર્યા હતા અને 9-ડૅશ લાઇનને પાર કરીને તેને 10-ડૅશ લાઇન બનાવી હતી. જો કે, અનેક પ્રસંગો આપણી સામે છે જેમાં નવી દિલ્હીએ ચીનની વિસ્તરણવાદી નીતિઓના દાવાઓને ફગાવી દીધા છે.
ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું છે ત્યારે ઈતિહાસ રચાઇ રહ્યો છે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે. વિશ્વભરના શુભેચ્છકો ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલના સફળ ઉતરાણ માટે પ્રાર્થના કરી રહ્યા છે. વર્જિનિયા, યુનાઇટેડ સ્ટેટ્સમાં, મિશનની સફળતા માટે ભારતીય અમેરિકનો દ્વારા એક વિશેષ `હવન` કરવામાં આવ્યો હતો. અમેરિકામાં ભારતીય ડાયસ્પોરાના સભ્યો ભારતના ચંદ્ર મિશનની સફળતાપૂર્વક લેન્ડિંગ માટે ઉત્સાહિત છે. ન્યુ જર્સીમાં પણ ભારતીય ડાયસ્પોરાએ ઈસરોના મિશનની સફળતા માટે પ્રાર્થના કરી હતી.
રશિયાએ 11 ઓગસ્ટના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લ્યુના-25 મિશન લોન્ચ કર્યું, જે 47 વર્ષમાં તેનું પ્રથમ ચંદ્ર પરનું લેન્ડર છે. લ્યુના-25 મિશનના સફળ પ્રક્ષેપણ બદલ ભારત તરફથી રશિયાને શુભેચ્છાઓ આપવામાં આવી હતી. ઇસરોએ ટ્વિટર પર ચંદ્રયાન-3 અને લુના-25 બંને માટે શુભેચ્છા પાઠવતા લખ્યું હતું કે, “રશિયન ચંદ્ર મિશન એ 1976 પછીનું પ્રથમ મિશન છે. ભારતના ચંદ્રયાન-3ની જેમ જ રશિયાનું લક્ષ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું છે."
PM મોદીની UAE મુલાકાતે ભારત-UAE ભાગીદારીમાં નવા માપદંડો સ્થાપિત કર્યા છે. તેમની મુલાકાત દરમિયાન PM મોદીએ ભારત અને UAE વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે બેઠકો યોજી હતી. PM મોદીએ રાષ્ટ્રપતિ અને એચ. એચ. શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી. તેઓ COP 28 ના પ્રમુખ-નિયુક્ત ડૉ. સુલતાન અલ જાબેરને પણ મળ્યા. બંને દેશોએ સ્વાસ્થ્ય, સંરક્ષણ, સંસ્કૃતિ અને ફિનટેકના મુદ્દાઓ પર વિવિધ સમજૂતીઓની વાતચીત કરી હતી.
ફ્રાન્સના મુખ્ય કાર્યકારી અધિકારીઓએ ઈન્ડો-ફ્રાન્સ સીઈઓ ફોરમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીતની પ્રશંસા કરી હતી. 15 જુલાઈના રોજ ANI સાથે વાત કરતા ચેનલના ગ્લોબલ સીઈઓ લીના નાયરે પીએમ મોદીને મળવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, "પીએમ ભારતને દરેક માટે રોકાણ હબ તરીકે સુનિશ્ચિત કરવામાં રસ ધરાવે છે."
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 જુલાઈના રોજ એક દિવસની મુલાકાત માટે સંયુક્ત આરબ અમીરાત પહોંચ્યા હતા. તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી સંયુક્ત આરબ અમીરાતના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને મળવાના છે. બંને નેતાઓ ઉર્જા, ખાદ્ય સુરક્ષા અને સંરક્ષણના મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને વ્યાપક મંત્રણા કરશે તેવી અપેક્ષા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 જુલાઈના રોજ ઐતિહાસિક 2-દિવસીય ફ્રાન્સ પ્રવાસનું સમાપન કર્યું હતું. PM મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોનના આમંત્રણ પર ગેસ્ટ ઑફ ઓનર તરીકે બેસ્ટિલ ડે પરેડમાં હાજરી આપી હતી. PM મોદીએ ભારત અને ફ્રાન્સ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે તેમની મુલાકાત દરમિયાન શ્રેણીબદ્ધ બેઠકો યોજી હતી.
ભારતીય ટુકડીએ બેસ્ટિલ ડે પરેડમાં ભાગ લીધો હતો. 14 જુલાઈ, 2023 ભારત-ફ્રાન્સ સંબંધોના ઈતિહાસમાં અંકિત થશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેસ્ટિલ ડે પરેડ માટે પેરિસના ઐતિહાસિક ચેમ્પ્સ-એલીસીસ ખાતે પહોંચ્યા હતા. ચેમ્પ્સ-એલિસીસ ફ્રેન્ચ ધ્વજના લાલ, વાદળી અને સફેદ રંગમાં રંગાયેલું હતું. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ફ્રેન્ચ ટ્રાઇ-સર્વિસ દ્વારા ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદીને બેસ્ટિલ ડે પરેડ માટે `ગેસ્ટ ઓફ ઓનર` તરીકે ફ્રાંસમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. ફ્રેન્ચ ફર્સ્ટ લેડી બ્રિજિટ મેક્રોન અને ફ્રેંચ પીએમ એલિસાબેથ બોર્ને તેમનું સ્વાગત કર્યું હતું. ભારત અને ફ્રાન્સ તેમની વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષની ઉજવણી કરી રહ્યા છે.
14 July, 2023 05:11 IST | Paris
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK
Radio City Gujarati : A dedicated online radio station for Gujarati natives all over the world. Devotional, lok sangeet, garba and Gujarati film music streaming all day long.