Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > Google Doodle: ગૂગલના ડૂડલમાં પીરસાયેલી આ ફ્લેટ વ્હાઇટ કૉફી શું છે? ક્યારે પહેલીવાર આવી હતી સામે?

Google Doodle: ગૂગલના ડૂડલમાં પીરસાયેલી આ ફ્લેટ વ્હાઇટ કૉફી શું છે? ક્યારે પહેલીવાર આવી હતી સામે?

11 March, 2024 10:57 AM IST | Washington
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Google Doodle: 11 માર્ચે ગૂગલે ફ્લેટ વ્હાઇટ કોફી ડે પર ડૂડલ બનાવ્યું છે. ફ્લેટ વ્હાઇટ કોફી એ એક્સપ્રેસો-આધારિત પીણું છે.

ગૂગલ ડૂડલનો સ્ક્રીન શૉટ

ગૂગલ ડૂડલનો સ્ક્રીન શૉટ


કી હાઇલાઇટ્સ

  1. આ પીણું સૌપ્રથમ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં જન્મ્યું હતું
  2. આ કૉફી એસ્પ્રેસો શોટથી તૈયાર કરવામાં આવતી હોય છે
  3. ફ્લેટ વ્હાઈટ કોફી ડેનો ઓક્સફોર્ડ ઈંગ્લિશ ડિક્શનરીમાં વર્ષ 2011માં સમાવેશ થયો હતો

ગૂગલ પર અવારનવાર જાતજાતના ડૂડલ (Google Doodle) જોવા મળતા હોય છે. આ ડૂડલ કોઈને કોઈ ખાસ દિવસની યાદમાં તૈયાર કરવામાં આવે છે. જે એ દિવસનું મહત્વ પણ ઉજાગર કરે છે. આજે ગૂગલ ફ્લેટ વ્હાઇટની ઉજવણી કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. 

ફ્લેટ વ્હાઇટને સમર્પિત આજના ગૂગલ ડૂડલમાં શું દર્શાવવામાં આવ્યું છે?



આમ તો ગૂગલ અવારનવાર ડૂડલ (Google Doodle) બનાવે છે પણ આજના ડૂડલમાં એટલે કે 11 માર્ચે ગૂગલે ફ્લેટ વ્હાઇટ કૉફી ડે પર ડૂડલ બનાવ્યું છે. ફ્લેટ વ્હાઇટ કૉફી એ એક્સપ્રેસો-આધારિત પીણું છે જે ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં ઉદ્દભવ્યું છે. ફ્લેટ વ્હાઇટ કૉફી ડે પર આ ગૂગલ ડૂડલ ભારત સહિત ઘણા દેશોમાં જોવા મળી રહ્યું છે.


શું છે ફ્લેટ વ્હાઇટ?

આજના ગૂગલ ડૂડલ (Google Doodle)ને આધારે આપણે વાત કરીએ તો ફ્લેટ વ્હાઇટ એ એક લોકપ્રિય એસ્પ્રેસો-આધારિત પીણું છે. એવું કહેવાય છે કે આ પીણું સૌપ્રથમ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં જન્મ્યું હતું. ત્યાં તેનો ઉદ્ભવ થયો હતો.


જાણો છો કઈ રીતે બને છે બને છે ફ્લેટ વ્હાઇટ?

આજે ફ્લેટ વ્હાઇટ ડે છે તો તે અવસરે જાણીએ કે આ ફ્લેટ વ્હાઇટ એ એસ્પ્રેસો શોટથી તૈયાર કરવામાં આવતો હોય છે. જે ઉકાળેલા દૂધ અને માઇક્રો-ફોમની પાતળી લેયર હોય છે. વળી એને પીરસવા માટે પણ પરંપરાગત સિરામિક કપનો જ ઉપયોગ કરવામાં આવે છે. 

ફ્લેટ વ્હાઈટ એ એવા પ્રકારના કૉફી પ્રેમીઓમાં લોકપ્રિય છે જેઓ તેમના પીણામાં ઓછા ફ્રોથને પસંદ કરે છે. અને ફ્લેટ વ્હાઈટ એ કેપુક્કિનો કરતાં ફ્લેટ હોય છે. છેલ્લા ઘણા વર્ષોથી ફ્લેટ વ્હાઈટ કૉફી તૈયાર કરવાની રીતમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. તેની રીતભાત બદલાઈ છે. અગાઉ ફ્લેટ વ્હાઈટ સંપૂર્ણ દૂધ સાથે તૈયાર કરવામાં આવતી હતી. હવે તેમાં બદલાવ લાવવામાં આવ્યો છે. ફ્લેટ વ્હાઇટ પોતાની રીતે જ લોકપ્રિયતા મેળવી રહી છે અને તે વિશ્વભરમાં જ્યારથી તે ફેલાઈ ત્યારથી લોકોની ફેવરેટ રહી છે.

સૌ પ્રથમવાર આ કૉફી ક્યારે જોવા મળી હતી? શું છે તે પાછળનો રસપ્રદ ઇતિહાસ 

આમ તો 11 માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં ફ્લેટ વ્હાઇટ કૉફી ડે ઉજવવામાં આવે છે. ડૂડલે (Google Doodle) પણ આજે એ જ દિવસ ઉજવ્યો છે. એવું કહેવાય છે કે ફ્લેટ વ્હાઈટ કૉફી ડેનો ઓક્સફોર્ડ ઈંગ્લિશ ડિક્શનરીમાં વર્ષ 2011માં સમાવેશ કરવામાં આવ્યો હતો. ફ્લેટ વ્હાઈટ કૉફી એ બીજું કઈ નહીં પણ એ ગરમ દૂધથી બનેલી કૉફી છે. આ પીણાં પાછળના રસપ્રદ ઇતિહાસ તરફ ડોકિયું કરીએ તો જાણવા મળશે કે સૌપ્રથમ 1980ના દાયકામાં સિડની અને ઓકલેન્ડના મેન્યૂમાં આ કૉફી જોવા મળી હતી.

Whatsapp-channel Whatsapp-channel

11 March, 2024 10:57 AM IST | Washington | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK