PoK Protest: પીઓકેમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં ભારતનો તિરંગો ધ્વજ લહેરવામાં આવી રહ્યો છે એવી અનેક તસવીરો અને વીડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહી છે
અમિત શાહ (ફાઇલ તસવીર)
કી હાઇલાઇટ્સ
- પીઓકેમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન ભારતમાં લોકસભાની ચૂંટણીનો મુદ્દો બની ગયો છે.
- પીઓકેમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની ભારતમાં પણ અસર થવાની છે.
- ભાજપના અનેક નેતાઓએ પીઓકેના આંદોલનનો મુદ્દો ઉઠાવ્યો હતો.
પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK) છેલ્લા અનેક સમયથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું તેમ જ આ આંદોલન દિવસેને દિવસે હિંસક પણ બની રહ્યું છે. પીઓકેમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં ભારતનો તિરંગો ધ્વજ લહેરવામાં આવી રહ્યો છે એવી અનેક તસવીરો અને વીડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહી છે. જોકે તેની અસર ભારતમાં ચાલી રહેલી 2024ની લોકસભા ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે. પીઓકેમાં ચાલતા આંદોલનને લઈને ભારતીય જનતા પાર્ટી (ભાજપના) નેતાઓએ આ મુદ્દે અનેક નિવેદનો આપ્યા છે. “પીઓકેને ભારતનો ભાગ છે” તેમ જ ભાજપને 400 કરતાં વધુ બેઠકો મળશે તો પીઓકે ભારતમાં જોડાઈ જશે એવા અનેક નિવેદનો ભાજપના નેતાઓએ આપ્યા છે. રાજકારણ સિવાય, પીઓકેમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની એલઓસી પર શું અસર થશે એ બાબતે જાણીએ.
પીઓકેમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન ભારતમાં લોકસભાની ચૂંટણીનો મુદ્દો બની ગયો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના નેતા અમિત શાહે કહ્યું હતું કે, "પીઓકે ભારતનું જ છે અને અમે તેને લઈને જ રહીશું. આસામના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વા સરમાએ કહ્યું, "અમને 400 બેઠકોની જરૂર છે જેથી પીઓકેને જીતી શકાય. જોકે આ બાબતે કૉંગ્રેસે જ્યારે સવાલ કર્યો હતો કે 400 બેઠકોની જરૂર કેમ છે? આ બાબતે ભાજપના નેતાઓએ કહ્યું હતું કે જ્યારે કૉંગ્રેસ સત્તામાં હતી ત્યારે તેમણે કહ્યું હતું કે કાશ્મીર ભારતની સાથે-સાથે પાકિસ્તાનમાં પણ છે. અમારી સંસદમાં ક્યારેય એવી ચર્ચા થઈ નથી કે જે કાશ્મીર પાકિસ્તાન પાસે છે તે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર છે. લોકો હાથમાં ભારતીય ધ્વજ લઈને પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ તો હજી શરૂઆત છે. જો મોદીને 400 બેઠકો મળશે તો પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર પણ ભારતનું બની જશે અને તેની શરૂઆત થઈ ચૂકી છે, એવું કહી કૉંગ્રેસની ઝાટકણી કાઢી હતી.
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળની એક રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું, "જ્યારે ઈન્ડિયા ગઠબંધન સત્તામાં હતું, ત્યારે અમે કાશ્મીરમાં હડતાલ કરતા હતા. ત્યારે ભારતના કાશ્મીરમાં આઝાદીના નારા લગાવાયા હતા, હવે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આઝાદીના નારા લાગી રહ્યા છે. પહેલા ભારતના કાશ્મીરમાં પથ્થરમારો થતો હતો, હવે તે પાકિસ્તાનના કાશ્મીરમાં પથ્થરમારો થઈ રહ્યો છે. 2 કરોડ 11 લાખ પ્રવાસીઓએ કાશ્મીરની મુલાકાત લઈને નવો વિક્રમ બનાવ્યો છે અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં લોટની કિંમતએ નવો વિક્રમ બનાવ્યો છે. પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર ભારતનું છે. આ મણિશંકર ઐયર, ફારૂક અબ્દુલ્લા દેશને ડ પાકિસ્તાન પાસે અણુ બોમ્બ છે એવું કહીને ડરાવી રહ્યા છે. શાહે કહ્યું, `પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર ભારતનું છે અને અમે તેને લઈને જ લઈશું.