૨૫૦૦ ટનના ૧૪૩ મીટર લાંબા, ૩૧.૭ મીટર પહોળા અને ૩૧ મીટર ઊંચા આ ગર્ડરને ગોઠવવાનું મંગળવારે મધરાત બાદ ત્રણ વાગ્યે શરૂ કરવામાં આવ્યું હતું
આર્ચસ્ટ્રિંગ ગર્ડર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના મહત્ત્વાકાંક્ષી એવા કોસ્ટલ રોડ પ્રોજેક્ટ અંતર્ગત કોસ્ટલ રોડ અને બાંદરા–વરલી સી-લિન્કને જોડતા બીજા બો આર્ચસ્ટ્રિંગ ગર્ડરને ગઈ કાલે પરોઢિયે સફળતાપૂર્વક એના પિલર પર ગોઠવવામાં આવ્યો હતો. ૨૫૦૦ ટનના ૧૪૩ મીટર લાંબા, ૩૧.૭ મીટર પહોળા અને ૩૧ મીટર ઊંચા આ ગર્ડરને ગોઠવવાનું મંગળવારે મધરાત બાદ ત્રણ વાગ્યે શરૂ કરવામાં આવ્યું હતું અને સવારે ૬.૦૭ વાગ્યે એ કામ આટોપી લેવાયું હતું. આ બીજો ગર્ડર બેસાડવાનું કામ બહુ જ કુનેહપૂર્વક પાર પાડવાનું હતું, કારણ કે થોડા જ દિવસ પહેલાં જે પહેલો ગર્ડર બેસાડવામાં આવ્યો હતો એ ગર્ડરની લગોલગ માત્ર ૨.૮ મીટરનો ગૅપ છોડીને આ ગર્ડર બેસાડવાનો હતો.