ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા, જળ સંસાધન, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અને અન્ય વિવિધ વિભાગોના ₹696.25 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. ગામડાઓમાં નર્મદાનું પાણી પૂરું પાડવા માટે ખાસ સિંચાઈ વ્યવસ્થા કરવામાં આવી છે, જેનાથી લોકોને તેમજ ખેડૂતોને ફાયદો થાય છે.














