શ્રદ્ધાળુઓએ યોગ-ગરબા કર્યા હતા. પહેલાં યોગ શિક્ષકોના માર્ગદર્શનમાં યોગ-અભ્યાસ થયો હતો અને ત્યાર બાદ ગરબાના તાલે યોગ-ગરબા કર્યા હતા.
અંબાજીના ચાચર ચોકમાં યોગ-ગરબા કરી રહેલા નાગરિકો.
૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ઉત્તર ગુજરાતમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના ચાચર ચોકમાં યોગ અને ગરબાનો સંગમ થયો હતો. લોકોએ આધ્યાત્મિકતા સાથે યોગ-ગરબા રમીને અનોખી ઉજવણી કરી હતી. અંબાજીના વહીવટદાર કૌશિક મોદીએ કહ્યું હતું કે ‘ભક્તિ અને શક્તિ તથા શિવ અને શક્તિના સમન્વય સાથે અંબાજી ખાતે વિશેષ યોગ-ગરબાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, શ્રદ્ધાળુઓએ યોગ-ગરબા કર્યા હતા. પહેલાં યોગ શિક્ષકોના માર્ગદર્શનમાં યોગ-અભ્યાસ થયો હતો અને ત્યાર બાદ ગરબાના તાલે યોગ-ગરબા કર્યા હતા.’

