Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


International Yoga Day

લેખ

યોગવીરો

આવા યોગવીર હોય તો મેડલોનો ઢગલો જ થાયને

બીજી એશિયન યોગાસન સ્પોર્ટ્‍સ ચૅમ્પિયનશિપમાં ભારતીયો જીત્યા ૮૩ ગોલ્ડ, ૩ સિલ્વર અને ૧ બ્રૉન્ઝ મેડલ

30 April, 2025 06:57 IST | Delhi | Gujarati Mid-day Correspondent
થીમ-સૉન્ગ અને મૅસ્કૉટ લૉન્ચ

આ વીક-એન્ડ દરમ્યાન દિલ્હીમાં યોજાશે એશિયન યોગ સ્પોર્ટ્‍સ ચૅમ્પિયનશિપ

ભારત પચીસમીથી ૨૭ એપ્રિલ દરમ્યાન દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે બીજી એશિયન યોગ સ્પોર્ટ્‍સ ચૅમ્પિયનશિપનું આયોજન કરશે. આ ચૅમ્પિયનશિપનું આયોજન યોગાસન ભારત દ્વારા રમતગમત મંત્રાલય અને ભારતીય રમતગમત સત્તામંડળના સહયોગથી કરવામાં આવશે.

23 April, 2025 11:04 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
તસવીર: ઇન્સ્ટાગ્રામ

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે ગુરુદ્વારામાં કર્યો યોગ, મળી જાનથી મારી નાખવાની ધમકી

આ અંગે સખત વાંધો વ્યક્ત કરતાં SGPCએ અર્ચના મકવાણા સામે કેસ નોંધ્યો છે. દરમિયાન હંગામા પછી ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર છોકરી અર્ચના મકવાણાએ એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે માફી માગી છે

23 June, 2024 07:02 IST | Amritsar | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય : અનુરાગ અહિરે

ન્યૂઝ ઇન શોર્ટ: મરીન ડ્રાઇવની સુંદરતાને લાગ્યા ચાર ચાંદ

બૉમ્બે હાઈ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ મોહિત શાંતિલાલ શાહ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.   

22 June, 2024 09:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીરો: નીલાબેન સોની

પરજિયા સોની બહેનો દ્વારા ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, જુઓ તસવીર

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે બોરીવલી ખાતે ‘નારી તું નારાયણી સુવર્ણ મહિલા સંગઠન’ દ્વારા ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

26 June, 2024 05:12 IST | Mumbai | Karan Negandhi
નરેન્દ્ર મોદી

જ્યાં જુઓ ત્યાં યોગ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ યોગ દિવસ નિમિત્તે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે વિશ્વભરમાં યોગને અપનાવનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. શેર-એ-કાશ્મીર ઇન્ટરનૅશનલ કન્વેન્શન સેન્ટર (SKICC) ખાતે યોજાયેલા યોગ દિવસના કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે ‘યોગથી જે ઊર્જા મળે છે એ શ્રીનગરમાં અનુભવી શકાય છે. હું દેશના અને વિશ્વના દરેક ખૂણામાં યોગ કરી રહેલા લોકોને યોગ દિવસની શુભેચ્છા પાઠવું છું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનાં ઐતિહાસિક ૧૦ વર્ષ પૂર્ણ થયાં છે. ૨૦૧૪માં મેં સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ મૂક્યો હતો અને આ પ્રસ્તાવને ૧૭૭ દેશોએ સમર્થન આપ્યું હતું.’ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘જ્યારે હું વિદેશ હોઉં છું ત્યારે વૈશ્વિક નેતાઓ મારી સાથે યોગની ચર્ચા કરે છે. ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે હું યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવાની દરેક વ્યક્તિને વિનંતી કરું છું.’ આ કાર્યક્રમમાં વડા પ્રધાને ૧૦૧ વર્ષની ફ્રેન્ચ મહિલા અને યોગશિક્ષિકા શાર્લોટ ચોપિનનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમને પોતાના દેશમાં યોગને લોકપ્રિય બનાવવા બદલ પદ્‍મશ્રીથી નવાજવામાં આવ્યાં હતાં.

22 June, 2024 09:38 IST | Jammu And Kashmir | Gujarati Mid-day Correspondent
સ્વાસ્થ્યાસનના પહેલા એપિસોડમાં ગુજરાતી મિડ-ડેનાં યોગ નિર્દેશક રુચિતા શાહ (તસવીર ડિઝાઈન : કિશોર સોસા)

Swasthyasan: યોગમાં જેને પાયાનું આસન કહેવાય તેવા તાડાસન વિશે જાણો અતઃથી ઇતિ

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યા વગર. આજે આપણે વાત કરીશું તાડાસનના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા અને કેટલી વાર સુધી ક્યાં રોકાઈ શકાય છે. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.

21 June, 2024 02:25 IST | Mumbai | Shilpa Bhanushali
તસવીર સૌજન્ય: કનિષ્કા સોની

UN હેડ ક્વાટર ખાતે PM મોદી સાથે વડોદરાની ગુજરાતી યુવતીએ કર્યા યોગા, જુઓ તસવીરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે યોગ દિવસ ન્યુ યોર્કમાં યુનાઇટેડ નેશનના હેડ ક્વાર્ટર ખાતે ઉજવ્યો હતો. તેમની સાથે ૧૩૫ દેશોના નાગરીકો પણ યોગ દિવસની આ ભવ્ય ઉજવણીમાં જોડાયા હતા. યોગા દિવસની આ ઉજવણીમાં વડોદરાની યુવતી કનિષ્કા સોની પણ સામેલ થઈ હતી.

23 June, 2023 06:27 IST | Mumbai | Karan Negandhi

વિડિઓઝ

ગુજરાતના મુખ્યમંત્રીએ ભારત-પાકિસ્તાન બોર્ડર પર યોગ કર્યા

ગુજરાતના મુખ્યમંત્રીએ ભારત-પાકિસ્તાન બોર્ડર પર યોગ કર્યા

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ના અવસરે ગુજરાતના બનાસકાંઠામાં ભારત-પાકિસ્તાન સરહદ શૂન્ય બિંદુ નડાબેટ ખાતે યોગ કર્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રીએ યોગ દિવસના અવસરે સહભાગીઓને પણ સંબોધિત કર્યા હતા.

21 June, 2024 04:57 IST | Gujarat
ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે અમદાવાદમાં કર્યા ‘યોગ આસનો’

ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે અમદાવાદમાં કર્યા ‘યોગ આસનો’

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં 21મી જૂને 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગાસનો કર્યા હતા. 2014થી, દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષની થીમ, `સ્વ અને સમાજ માટે યોગ`, વ્યક્તિગત સુખાકારી અને સામાજિક સંવાદિતા બંનેને પ્રોત્સાહન આપવા માટે યોગની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે. શ્રોતાઓને સંબોધતા અમિત શાહે કહ્યું કે, “ભારતે યોગની ભેટ આપીને વિશ્વને સમૃદ્ધ બનાવ્યું છે. આજની દુનિયામાં દરેક સમસ્યાનો ઉપાય યોગ છે. યોગ સ્વાસ્થ્ય અને મન બંને માટે ફાયદાકારક છે. પીએમ મોદીની મદદથી હવે આપણે દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરીએ છીએ અને સમગ્ર વિશ્વ યોગાભ્યાસ કરી રહ્યું છે અને આ પરંપરાને આગળ વધારી રહ્યું છે.

21 June, 2024 04:49 IST | Ahmedabad
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ સહભાગીઓ સાથે સેલ્ફી લીધી

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ સહભાગીઓ સાથે સેલ્ફી લીધી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગર, J&Kમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (SKICC) ખાતે યોગ સત્રના સહભાગીઓને શુભેચ્છા પાઠવી હતી. તમણે તેમની સાથે સેલ્ફી પણ ક્લિક કરી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "કાર્યક્રમમાં (SKICC ખાતે યોગ સત્ર) વરસાદને કારણે થોડો વિલંબ થયો... જ્યારે યોગ કુદરતી રીતે જીવનનો ભાગ બની જાય છે, ત્યારે તેનો દરેક ક્ષણે ફાયદો થાય છે."

21 June, 2024 04:41 IST | Jammu And Kashmir
International Yoga Day 2024: ફિટ અને ફેબ બૉડી માટે મલાઈકા અરોરાનું માર્ગદર્શન

International Yoga Day 2024: ફિટ અને ફેબ બૉડી માટે મલાઈકા અરોરાનું માર્ગદર્શન

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 પહેલા, મલાઈકા અરોરાને તેના મનપસંદ યોગ પોઝને દર્શાવતો આ થ્રોબેક વીડિયો તમને માર્ગદર્શન પૂરું પાડશે. વીડિયોમાં, મલાઈકાએ જીવનમાં યોગનું મહત્ત્વ, અભ્યાસમાં તેની સફરની ચર્ચા કરી અને દર્શકોને વિવિધ આસનો (પોઝ) શિખવ્યા છે અને તે કેવી રીતે કરવા તેની સૂચનાઓ પણ આપી છે. મલાઈકા અરોરાની ફિટ અને ફેબ બૉડીનો રાઝ જાણવા માટે સંપૂર્ણ વીડિયો જુઓ!

21 June, 2024 04:16 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK