Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > બાંધણી, પટોળું, અજરખ પ્રિન્ટ, બ્લૉક પ્રિન્ટના કાપડમાંથી બનાવવામાં આવ્યું વિશાળ હૅન્ડમેડ બૅકડ્રૉપ PM મોદી માટે

બાંધણી, પટોળું, અજરખ પ્રિન્ટ, બ્લૉક પ્રિન્ટના કાપડમાંથી બનાવવામાં આવ્યું વિશાળ હૅન્ડમેડ બૅકડ્રૉપ PM મોદી માટે

Published : 05 June, 2026 08:39 AM | IST | Surat
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરતમાં વડા પ્રધાન માટે સ્ટુડન્ટ્સ અને પ્રોફેસર્સે તૈયાર કર્યું પર્યાવરણલક્ષી નજરાણું

બાંધણી, અજરખ પ્રિન્ટ, બ્લૉકપ્રિન્ટ અને આભલા-વર્કના કલાત્મક સમન્વયથી તૈયાર કરાયેલું હૅન્ડમેડ બૅકડ્રૉપ

બાંધણી, અજરખ પ્રિન્ટ, બ્લૉકપ્રિન્ટ અને આભલા-વર્કના કલાત્મક સમન્વયથી તૈયાર કરાયેલું હૅન્ડમેડ બૅકડ્રૉપ


આજે સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે આજે સુરત આવી રહેલા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને પ્રોફેસર્સે પર્યાવરણલક્ષી નજરાણું તૈયાર કર્યું છે. સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાનારા કાર્યક્રમ માટે સ્ટેજ પર ગુજરાતની આગવી ઓળખ અને પરંપરાગત બાંધણી, પટોળું, અજરખ પ્રિન્ટ, બ્લૉક પ્રિન્ટની ડિઝાઇનવાળા કાપડમાંથી વિશાળ હૅન્ડમેડ બૅકડ્રૉપ બનાવવામાં આવ્યું છે અને એમાં આભલા-વર્કનો ઉપયોગ કર્યો છે. આ બૅકડ્રૉપ ૪૮ ફુટ પહોળું અને ૧૪ ફુટ ઊંચું છે. આ ઉપરાંત અલગ-અલગ કાપડથી ભારતનો નકશો પણ બનાવવામાં આવ્યો છે.

નરેન્દ્ર મોદી કરશે વિકાસલક્ષી કાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત



નરેન્દ્ર મોદી આજે દક્ષિણ ગુજરાત આવશે. તેઓ પહેલાં હજીરા જશે અને ત્યાંથી સુરતની મુલાકાતે આવશે, જ્યાં તેઓ વિવિધ વિકાસલક્ષી કાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. સામાન્ય રીતે કાર્યક્રમોમાં ડિજિટલ ફ્લેક્સ બૅનરો અને પ્લાસ્ટિક મટીરિયલ્સનો ઉપયોગ થયો છે, પરંતુ આ કાર્યક્રમમાં પર્યાવરણને ધ્યાનમાં રખાયું છે. વિશ્વ પર્યાવરણ દિવસે કાર્યક્રમનું સ્ટેજ પ્રકૃતિ સંરક્ષણ અને સસ્ટેનિબિલિટીનો મેસેજ આપનારું માધ્યમ બનશે. 


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2026 08:39 AM IST | Surat | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK