ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં ખુશ્બૂનાં લગ્ન થયાં હતાં. પતિને પહેલી વાર મળવા જઈ રહેલી દીકરીને ઍરપોર્ટ પર મૂકવા ખુશ્બૂના પપ્પા મદનસિંહ પણ આવ્યા હતા
ગઈ કાલે અમદાવાદ ઍરપોર્ટ પર પપ્પા સાથે ખુશ્બૂ રાજપુરોહિત.
રાજસ્થાનના બાલોતરાના આરાબા ગામમાં રહેતી ૨૭ વર્ષની ખુશ્બૂ રાજપુરોહિત લગ્ન પછી પહેલી જ વાર લંડનમાં રહેતા પતિને મળવા જઈ રહી હતી. ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં ખુશ્બૂનાં લગ્ન થયાં હતાં. પતિને પહેલી વાર મળવા જઈ રહેલી દીકરીને ઍરપોર્ટ પર મૂકવા ખુશ્બૂના પપ્પા મદનસિંહ પણ આવ્યા હતા. ખુશ્બૂના પિતાના ઘરે અને સાસરે ખુશ્બૂને લંડન મોકલવાનો જેટલો ઉત્સાહ હતો એ માહોલ ભારે શોકમાં પલટાઈ ગયો હતો. ખુશ્બૂ મહિલાઓના શિક્ષણ માટે કરેલા સ્વયંસેવી કાર્ય માટે જાણીતી હતી.


