જીલ કહે છે, ‘મમ્મી-પપ્પાને પ્રાઉડ ફીલ કરાવવા જેવું રિઝલ્ટ લાવીશ એવું મેં પહેલેથી જ વિચારી લીધું હતું`
14 May, 2025 12:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondentશ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનના પ્રતિનિધિઓ મંગલ પ્રભાત લોઢાની આગેવાનીમાં જર્મન કૉન્સ્યુલેટમાં મળવા જશે
14 May, 2025 10:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent૭૩ વર્ષના કિશોર ભટ્ટ ૫૦ કરતાં વધુ વર્ષોથી એવા અજાણ્યા લોકોની અંતિમક્રિયા કરી રહ્યા છે જેમની આગળ-પાછળ કોઈ નથી
12 May, 2025 03:46 IST | Mumbai | Ruchita Shahઆ વર્ષે ૩ મુખ્ય સ્પૉન્સર, ૬ ટીમ સ્પૉન્સર અને ૬ અસોસિએટ સ્પૉન્સરના સહયોગથી ૮ ટીમ અને ૧૩૬ ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો
12 May, 2025 09:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondentઆમ તો ગુજરાતીઓ ક્યાંય પાછા પડે નહીં! એ પછી ધંધામાં હોય કે ધર્મમાં. તાજતેરમાં જ કેટલાય ઉજાગરા વેઠીને આપેલી ઇન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE)નું ટેન્થનું રિઝલ્ટ બહાર પડ્યું હતું. તેમાં આપણાં ગુજરાતી વિદ્યાર્થીઓએ બાજી મારી છે. ભૂખ-તરસ નેવે મૂકીને કરેલી મહેનતના પરિણામ આવ્યા બાદ આ વિદ્યાર્થીઓએ આશાના પણ અનેક સૂરજ સેવ્યા છે. વિષમ પરિસ્થિતિમાંથી આવનાર વિદ્યાર્થીઓ પણ જમાના સાથે કદમતાલ મિલાવવા માંગે છે. આવો, જાણીએ એવા જ ગુજરાતી તારલાઓની કહાની...
14 May, 2025 08:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondentકવિ વિનોદ જોશીનું નામ આવે એટલે લયનું આખેઆખું ગામ યાદ આવે. ભાતીગળ શબ્દાવલીઓથી તેઓનાં ગીતોએ ગુર્જર સાહિત્યને શોભાવ્યું છે. જન્મ ૧૩ ઓગસ્ટ, ૧૯૫૫ને દિવસે અમરેલીના ભોરીંગડા ગામે. ગુજરાતી સાહિત્યમાં સ્નાતક આ કવિએ `રેડિયો નાટકનું કલાસ્વરૂપ અને ગુજરાતીમાં તેનો વિકાસ’પર પીએચડી કર્યું. અનેક માતબર શૈક્ષણિક સંસ્થાઓમાં અધ્યાપનકાર્ય કર્યું. આજે એમની સદાબહાર રચનાઓ માણીએ. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.
13 May, 2025 11:00 IST | Mumbai | Dharmik Parmarઆમ તો ગુજરાતીઓ ક્યાંય પાછા પડે નહીં! એ પછી ધંધામાં હોય કે ધર્મમાં. તાજતેરમાં જ કેટલાય ઉજાગરા વેઠીને આપેલી ઇન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE)નું ટેન્થનું રિઝલ્ટ બહાર પડ્યું હતું. તેમાં આપણાં ગુજરાતી વિદ્યાર્થીઓએ બાજી મારી છે. ભૂખ-તરસ નેવે મૂકીને કરેલી મહેનતના પરિણામ આવ્યા બાદ આ વિદ્યાર્થીઓએ આશાના પણ અનેક સૂરજ સેવ્યા છે. વિષમ પરિસ્થિતિમાંથી આવનાર વિદ્યાર્થીઓ પણ જમાના સાથે કદમતાલ મિલાવવા માંગે છે. આવો, જાણીએ એવા જ ગુજરાતી તારલાઓની કહાની...
11 May, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondentઆજકાલ બાળકના જન્મ પહેલાં જ તે કઈ સ્કૂલમાં ભણશે, પસંદગીની સ્કૂલમાં ઍડ્મિશન મળશે કે નહીં, ઍડ્મિશન મળશે તો કેટલું ખિસ્સું ઢીલું કરવું પડશે એવા પ્રશ્નો વાલીઓને મૂંઝવે છે. અમુક યુગલો તો ભારતમાં શિક્ષણ પાછળ થતા અધધધ ખર્ચને દૂરથી જોઈને જ બાળક પ્લાન કરવાનું માંડી વાળે છે. વળી બાળકોમાં ભણવાના તનાવને લઈને ડિપ્રેશનથી લઈને આત્મહત્યાના કિસ્સા પણ વધી રહ્યા છે. એવા સમયે અમુક સર્જનાત્મક વિચારધારા ધરાવતા વાલીઓએ આવા અનેક પ્રશ્નોનો ઉકેલ શોધીને પોતાનાં બાળકોને સ્કૂલ ન મોકલીને તેમના માટે ભણવાની એક નોખી પદ્ધતિ નક્કી કરી છે. તેમનાં બાળકોને તેઓ આરામથી કહે છે કે ન ભણવું હોય તો રહેવા દે. આવો જાણીએ અનસ્કૂલિંગ તરીકે પ્રખ્યાત થઈ રહેલી આ નવી પદ્ધતિને ૧૧ વર્ષના આરવને મન થયું કે આજે તે ૧૦ આઇસક્રીમ કૅન્ડી ખરીદીને રસ્તા પર ભિક્ષા માગતાં બાળકોને આપે. તેના ઉમદા કામ માટે તેના પપ્પા જેવા પૈસા આપવા જાય છે ત્યાં આરવ તેમને રોકતાં કહે છે, ‘મારે મારા કમાયેલા પૈસામાંથી આ આપવું છે.’ સોસાયટીમાં એક ભાઈની બિલાડી ઝાડ પર ચડી ગઈ છે અને તે ફાયર-બ્રિગેડને બોલાવવા ફોન કરે છે ત્યાં આઠ વર્ષની આયશા કહે છે, ‘ફોન રહેવા દો, હું હમણાં ઝાડ પર ચડીને એને ઉતારી દઉં.’ રસોડામાં આજે છ વર્ષનો નિહાલ એકદમ ચીવટથી પૂરીઓ તળી રહ્યો છે. તેણે મમ્મીને સૂચના આપી છે કે આજે તેણે ફક્ત આરામ કરવાનો છે. મમ્મીને ખબર છે કે નિહાલ બધું સંભાળી લે એમ છે. ફૅમિલી ગેટ-ટુગેધરમાં એક જણ ગરોળી જોઈ ઊછળી પડે છે ત્યારે નાનકડો ધ્યાન ખડખડાટ હસી પડે છે અને હાથમાં ગરોળી લઈને એને બીજે ઠેકાણે મૂકી આવે છે. આવાં દૃશ્યો વાર્તા જેવાં લાગે છેને? ના, આ કોઈ કપોળકલ્પિત વાતો નથી. આ બધાં જ બાળકો એવાં છે જેઓ ખરેખર એવી આવડત ધરાવે છે જે કદાચ તેમની ઉંમરનાં સ્કૂલમાં જતાં બીજાં બાળકોમાં ભાગ્યે જ જોવા મળશે. આ એવાં બાળકો છે જેઓ પોતાની સવાર બગીચામાં કામ કરીને, બપોરે લેગો રોબો રમીને અને સાંજનો સમય પૌરાણિક વાર્તાઓ વાંચીને વિતાવે છે. ન તેઓ કોઈ સ્કૂલમાં જાય છે, ન કોઈ નિશ્ચિત અભ્યાસક્રમ અનુસરે છે અને ન આજ સુધી કોઈ પરીક્ષા આપી છે એમ છતાં તેઓ રોજ નવું શીખે છે. આ બાળકો છે ભારતમાં તેજીથી ઉદય પામી રહેલા ‘અનસ્કૂલિંગ’ કન્સેપ્ટનાં, જે પરંપરાગત શિક્ષણપદ્ધતિ સામે ઉકેલરૂપ બનેલી એક નવી જ દિશા છે. અનસ્કૂલિંગ પહેલાં તો પશ્ચિમના દેશોમાં વધુ જોવા મળતું, પણ હવે ભારતમાંય વિકસી રહ્યું છે. ભારતમાં સ્કૂલની અધધધ ફી, બોજારૂપ કોર્સ, ગળાકાપ હરીફાઈ અને આ બધાને અંતે વધતા જતા ચાઇલ્ડ ડિપ્રેશન અને આત્મહત્યાના કેસ આજે શિક્ષણ માટે બહેતર રસ્તો પસંદ કરવા દરેક મમ્મી-પપ્પાને મજબૂર કરે છે. એટલે જ અનસ્કૂલિંગ વધુ સ્વતંત્ર અને રણનીતિવિહીન, બાળકોના રસઆધારિત અભ્યાસપદ્ધતિ હોવાથી દિવસે-દિવસે વધુ લોકપ્રિય બની રહ્યું છે. મુંબઈ, હૈદરાબાદ અને અમદાવાદ જેવાં શહેરોમાં અનેક અનસ્કૂલિંગ પરિવારોએ પોતપોતાનાં સામુદાયિક જૂથો અને વૈકલ્પિક શિક્ષણકેન્દ્રો બનાવ્યાં છે. અહીં પરિવારોએ સહભાગી થઈને એકબીજાથી શીખવાનું માધ્યમ ઊભું કરવાનું હોય છે. ખાસ કરીને કોરોના મહામારી દરમ્યાન જ્યારે સ્કૂલો બંધ હતી ત્યારે ઘણા પરિવારો આમાં ઉમેરાયા અને આજ સુધી તેઓ આ જ પદ્ધતિથી શીખવાડી રહ્યા છે. જોકે આ માર્ગ સહેલો નથી. સોશ્યલાઇઝેશન, ભવિષ્યમાં વ્યવસાય અને ભારતની શૈક્ષણિક નીતિમાં અનસ્કૂલિંગના કાયદેસર સ્થાન વિશેની અનિશ્ચિતતા એક મોટી ચિંતાનો વિષય છે. એટલે જ ઘણા પરિવારો આને શંકાથી જુએ છે. તો ચાલો આજે આવા અનસ્કૂલિંગ પરિવારોને મળીને તેમના મુખેથી જ આપણી મૂંઝવણોનો અંત આણીએ.
09 May, 2025 03:04 IST | Mumbai | Sameera Dekhaiya Patrawalaએવા સમાજમાં જ્યાં મહિલાઓ પર સતત સવાલો ઉઠાવવામાં આવે છે, ત્યાં સુપ્રિયા પાઠક કપૂર 65 વર્ષીય જસુબેન, જે ગૃહિણીમાંથી ઉદ્યોગસાહસિક બની છે, તેની પ્રેરણાદાયી સફરને "આંટીપ્રેન્યોર" માં જીવંત કરે છે. આ હૃદયસ્પર્શી ઇન્ટરવ્યુમાં, સુપ્રિયા તેની અભિનય પ્રક્રિયા, તેના વારસાને આગળ ધપાવવા અને "ખીચડી" ના પ્રતિષ્ઠિત `હંસા` થી આગળ કેવી રીતે આગળ વધી શકાય તે વિશે ખુલીને વાત કરે છે.
30 April, 2025 03:24 IST | Mumbaiએક નિર્ભય, ભાવનાત્મક અને ડાર્ક કૉમેડીથી ભરેલું નાટક જે આજના સમયમાં પુરુષત્વ, શોક અને અંદરના સંઘર્ષોને ઉઘાડે છે. “કલા એ સંવેદનશીલને આરામ આપવી જોઈએ અને આરામમાં રહેતા લોકોમાં વિચારો જગાવવા જોઈએ” – આ વિચારથી પ્રેરિત આ નાટક પુરુષોની લાગણીઓને ખુલ્લી રીતે રજૂ કરે છે. `3 મેન` ની વાર્તા બે સગાભાઈઓની છે, જે પોતાના પિતાના અવસાન પછી વર્ષો પછી ફરી મળે છે. આ ભેટમાં તેમના આત્મિક દુઃખ, ગુસ્સો અને અંદરના ઘાવ એક એક કરી ખુલતાં જાય છે. “પુરુષ તો રડે નહીં”, “પુરુષ દુઃખ ન અનુભવતા હોય” જેવા જૂના ધોરણોને આ નાટક તોડી નાંખે છે. અમત્યા અને અંકિત કહે છે કે આ વાર્તા રજૂ કરવા માટે તેમને 10 વર્ષ લાગ્યાં, પણ હવે એ રજૂ કરવાનો યોગ્ય સમય છે. આ નાટક NCPA મુંબઈ ખાતે યોજાતા `વસંત` થિયેટર મહોત્સવમાં રજૂ થવાનું છે, એવું અનુભવ આપનારો છે જે તમને હલાવી દેશે, વિચારોમાં મૂકી દેશે.
21 April, 2025 07:56 IST | Mumbai`ઓ વુમનિયા...!` નાટક દ્વારા દિગ્દર્શક સૌમ્ય જોશી અને અભિનેત્રી જિગ્ના વ્યાસ દર્શકોને એક અનોખા સફર પર લઈ જાય છે, હળવા હાસ્યભર્યા સંવાદોથી લઈને સમાજના કડવાશભરેલા સત્ય સુધી. આ સચોટ સંવાદમાં તેઓ નાટ્યપ્રેમ વિશે, અમદાવાદના ગુજરાતી થિયેટરના વધતા ગૌરવ વિશે અને એક કલાકારના જીવનમાં લાગણી, નિયમશિસ્ત અને પ્રતિબદ્ધતાના મહત્વ વિશે ખુલ્લા દિલથી વાત કરે છે. વસંત થિયેટર મહોત્સવ અંતર્ગત એનસીપીએ મુંબઈ ખાતે રજૂ થતું આ નાટક માત્ર એક રજૂઆત નથી, એ એક અર્ધપ્રતિબિંબ છે, એક ચળવળ છે દર્શકોને લાંબા સમય સુધી યાદ રહે.
21 April, 2025 07:50 IST | Mumbaiપત્ર મિત્રો એ પ્રેમ, લાગણીઓ અને પત્રોની અનોખી મુસાફરી છે – જે એ. આર ગુરનેના લોકપ્રિય નાટક `Love Letters` પર આધારીત ગુજરાતી નાટક છે. આ કથા આપણને ૪ દાયકાની પત્ર વ્યવહાર દ્વારા કલ્પના અને જવાહર વચ્ચેના સ્પર્શિય સંબંધ સુધી લઇ જાય છે – બે વ્યકિતઓ, જેઓ 1947માં જન્મેલા, જુદા જુદા દુનિયામાં મોટા થયેલા હોવા છતાં એકમેકથી ઊંડા રીતે જોડાયેલા છે. આ નાટકમાં આરજે દેવકી અને ચિરાગ વોરા જિંદગીના આ બે પાત્રોને ખૂબ લાગણીઓથી રજૂ કરે છે. તે પત્રલેખનના યુગની શાંતિભરેલી સુંદરતા, લાગણીઓની તાકાત અને ગુજરાતી રંગભૂમિની ચિરંજીવી માયાને જીવંત કરે છે. એનસિપીએ મુંબઈ ખાતે યોજાતી `વસંત` રંગોત્સવની ભાગરૂપે રજૂ થતું `પત્ર મિત્રો` માત્ર નાટક નથી – તે યાદોની ઉજવણી છે, લાગણીઓના પળોની વાર્તા છે અને પ્રેમને જીવિત રાખનારા પત્રોનો મોહ છે.
21 April, 2025 07:44 IST | MumbaiADVERTISEMENT
ADVERTISEMENT