ભૂમિ તેના પતિ સાથે લંડનમાં રહે છે અને ગુરુવારે તેની ફ્લાઇટ હતી. તે બે વર્ષ બાદ વેકેશન માટે ભારત આવી હતી
ભૂમિ ચૌહાણ
આ વિમાનમાં પ્રવાસ કરનારી ભૂમિ ચૌહાણ ભારે ટ્રૅફિકના કારણે ફ્લાઇટ ચૂકી ગઈ હતી અને તેથી બચી ગઈ હતી. તેણે જણાવ્યું હતું કે ‘હું હાલમાં કાંપી રહી છું અને બોલી શકવાની સ્થિતિમાં નથી. જે થયું છે એ સાંભળીને મારું મગજ બહેર મારી ગયું છે. ટ્રૅફિકમાં ફસાઈ જવાને કારણે હું ઍરપોર્ટ પર ૧૦ મિનિટ મોડી પડી હતી અને તેથી ફ્લાઇટ બોર્ડ કરી શકી નહોતી. હવે હું એ સમજાવી શકતી નથી કે આ કેવી રીતે થયું.’
ભૂમિ તેના પતિ સાથે લંડનમાં રહે છે અને ગુરુવારે તેની ફ્લાઇટ હતી. તે બે વર્ષ બાદ વેકેશન માટે ભારત આવી હતી.

