ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વર્ષના અંતમાં જ પીએમ મોદીની દુવિધા વધી, ભાઈનો અકસ્માત, માતા હોસ્પિટલમાં દાખલ

વર્ષના અંતમાં જ પીએમ મોદીની દુવિધા વધી, ભાઈનો અકસ્માત, માતા હોસ્પિટલમાં દાખલ

28 December, 2022 04:41 PM IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

છેલ્લા બે દિવસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના ઘરે બે મોટી ઘટનાઓ બની છે.

વર્ષના અંતમાં જ પીએમ મોદીની દુવિધા વધી

વર્ષના અંતમાં જ પીએમ મોદીની દુવિધા વધી

છેલ્લા બે દિવસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના ઘરે બે મોટી ઘટનાઓ બની છે. સૌથી પહેલા તેમના ભાઈ પ્રહલાદ મોદી કર્ણાટકના મૈસૂરમાં માર્ગ અકસ્માતનો શિકાર બન્યા હતા. તે જ સમયે તેમના માતા હીરાબાની તબિયત અચાનક બગડી હતી. તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મૈસૂરમાં પ્રહલાદ મોદીની તબિયત સારી 
કર્ણાટકના મૈસૂરમાં મંગળવારે પ્રહલાદ મોદીનો અકસ્માત થયો હતો. તેમની સાથે એક પુત્ર અને પુત્રવધૂ પણ હતા. જ્યારે ત્રણેય લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જો કે, હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલી નવીનતમ માહિતી અનુસાર, તમામ લોકો ખતરાની બહાર છે અને તેમની હાલત સારી છે. તબીબોનું કહેવું છે કે ત્રણેયની સારવાર ચાલી રહી છે અને આજે સાંજ અથવા ગુરુવારે સવાર સુધીમાં તેમને રજા આપવામાં આવી શકે છે. જોકે, પહેલા તબીબોની ટીમ તેમના સ્વાસ્થ્યની તપાસ કરશે.

આ પણ વાંચો:પીએમ મોદીના માતા હીરાબાની તબિયત લથડી, અમદાવાદ હોસ્પિટલમાં દાખલ


માતાની તબિયત બગડી
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનની તબિયત બુધવારે વધુ લથડી હતી, જે બાદ તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હીરાબા 100 વર્ષથી વધુ વયના છે અને હજુ પણ ખૂબ જ સક્રિય રહે છે. આ વર્ષે જૂન મહિનામાં તેણે પોતાનો 100મો જન્મદિવસ ઉજવ્યો. આ પ્રસંગે પીએમ મોદીએ તેમના પગ ધોઈને આશીર્વાદ લીધા હતા.

આ પણ વાંચો:PM Modiના ભાઈ પ્રહલાદ મોદીનો મૈસુરમાં કાર અકસ્માત, હોસ્પિટલમાં દાખલ


યુએન મહેતા હોસ્પિટલ મેનેજમેન્ટે તાજેતરનો અહેવાલ જાહેર કરતા જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને અમદાવાદના યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની તબિયત હાલમાં સ્થિર છે.

28 December, 2022 04:41 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK