Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તુમ્હારે પાસ બુલેટ હૈ તો... મેરે પાસ બુલેટપ્રૂફ ગ્લાસ હૈ

તુમ્હારે પાસ બુલેટ હૈ તો... મેરે પાસ બુલેટપ્રૂફ ગ્લાસ હૈ

Published : 02 November, 2026 07:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ધમકીઓથી ડરીને લપાઈ જવાને બદલે અમિતાભ બચ્ચને ચાહકોને સન્ડે દર્શન આપવાનો નુસખો શોધી કાઢ્યો

બિગ બીએ ગઈ કાલે તેમના ચાહકોને બુલેટપ્રૂફ કાચની પાછળથી હાથ હલાવીને તેમનું અભિવાદન સ્વીકાર્યું હતું.

બિગ બીએ ગઈ કાલે તેમના ચાહકોને બુલેટપ્રૂફ કાચની પાછળથી હાથ હલાવીને તેમનું અભિવાદન સ્વીકાર્યું હતું.


બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન દર રવિવારે તેમના જલસા બંગલાની બહાર તેમની એક ઝલક મેળવવા માગતા સેંકડો ચાહકોને દૂરથી દર્શન આપતા હોય છે, તેમની તરફ હાથ હલાવીને તેમનું અભિવાદન સ્વીકારતા હોય છે. એ સન્ડે દર્શન તરીકે ઓળખાય છે. ગઈ કાલે પહેલી વાર એવું બન્યું હતું કે તેઓ જે મૂવિંગ રથ પર ઊભા રહીને દર્શન આપતા હોય છે એની આગળ બુલેટપ્રૂફ ગ્લાસની કૅબિનેટ જોવા મળી હતી. તેમણે ગઈ કાલે બ્લૅક ઍન્ડ રેડ જૅકેટ પહેર્યું હતું અને માથા પર બ્લૅક કૅપ પહેરી હતી. તેમણે રૅક-સ્ટૅન્ડ પર ચડીને, ચાહકો તરફ હાથ હલાવીને, સ્માઇલ આપીને તેમનું અભિવાદન સ્વીકાર્યું હતું. જોકે એ વખતે તેમનાથી સહેજ દૂર પાછળની સાઇડ અભિષેક બચ્ચન બ્લુ કોટ-પૅન્ટમાં અદબ વાળીને પણ સહેજ ચિંતિત મુદ્રામાં ઊભેલો દેખાયો હતો. વળી બિગ બીની સિક્યૉરિટી સંભાળતા સિવિલ ડ્રેસમાં પોલીસ-ઑફિસરો અને તેમનો પસર્નલ સ્ટાફ પણ એ વખતે અલર્ટ હોવાનું જણાઈ રહ્યું હતું. 

જનરલી આવી બુલેટપ્રૂફ આડશ દેશના મોટા નેતાઓની જાહેર સભા વખતે તેમની સામે રાખવામાં આવતી હોય છે.હાલમાં જ મુંબઈનાં મેયર રિતુ તાવડેની ઑફિશ્યલ ઈ-મેઇલ પર મળેલી બૉમ્બબ્લાસ્ટની ધમકીના લેટરમાં અમિતાભ બચ્ચન પર પણ અટૅક કરવામાં આવશે એવો ઇશારો આપવામાં આવ્યો હતો. લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના લોકોએ પણ ટાઇગર શ્રોફ પર અટૅક કરતાં પ હેલાં અમિતાભ બચ્ચનના ઘરની રેકી કરી હોવાનું કહેવાય છે.



આ ઘટનાક્રમને પગલે અમિતાભ બચ્ચને બુલેટપ્રૂફ ગ્લાસની આડશમાં રહીને પણ ચાહકોને નિરાશ ન કરવાનો નિર્ણય લીધો હોઈ શકે એવી શક્યતા છે.


બીજી બાજુ જુહુ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર બાબુરાવ ગાવડેને ‘મિડ-ડે’એ જ્યારે એવો સવાલ કર્યો કે સુરક્ષાની દૃષ્ટિએ, સાવચેતી જાળવવા બિગ બીના જલસા બંગલા પર બુલેટપ્રૂફ કૅબિનમાં ઊભા રહીને સન્ડે દર્શન આપવાનું સૂચન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે? ત્યારે તેમણે કહ્યું હતું કે ‘અમારા તરફથી એવું કોઈ સૂચન કરવામાં આવ્યું નથી. જો અમારી હાયર ઑથોરિટી દ્વારા એની ગોઠવણ કરાઈ હોય તો એની અમને જાણ નથી.’ 
આ બાબતે ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસે પણ કહ્યું હતું કે આ ઇશ્યુ એવો છે કે અમે કોઈ કમેન્ટ કરીશું નહીં. 
હાલમાં બિગ બીની તબિયત થોડી નરમ-ગરમ રહે છે. ડૉક્ટરોએ પણ તેમને આરામ કરવાની સલાહ આપી છે એમ બિગ બીએ જાતે જ તેમના સોશ્યલ મીડિયા પર આ વાત શૅર કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2026 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK