Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સાળંગપુરમાં ૫૧,૦૦૦ કિલો ઑર્ગેનિક રંગોથી ઊજવાયો રંગોત્સવ

સાળંગપુરમાં ૫૧,૦૦૦ કિલો ઑર્ગેનિક રંગોથી ઊજવાયો રંગોત્સવ

Published : 04 March, 2026 09:35 AM | IST | Sarangpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૭૦થી ૮૦ ફુટ ઊંચા બ્લાસ્ટ થયા રંગોના: ઍરપ્રેશર મશીનથી સંતોએ ભક્તો પર ઉડાડ્યાં રંગો અને ફૂલો : હનુમાનજીના મંદિરમાં ઊમટ્યા દોઢ લાખથી વધુ ભક્તો

હનુમાનમંદિરમાં રંગોનો બ્લાસ્ટ કરીને તેમ જ ફૂલોની છોળો ઉડાડીને ભક્તજનોને રંગવામાં આવ્યા હતા.

હનુમાનમંદિરમાં રંગોનો બ્લાસ્ટ કરીને તેમ જ ફૂલોની છોળો ઉડાડીને ભક્તજનોને રંગવામાં આવ્યા હતા.


ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ગઈ કાલે આધ્યાત્મિકતાના વાતાવરણમાં રંગોત્સવની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી થઈ હતી. ૫૧,૦૦૦ કિલો ઑર્ગેનિક રંગો અને ફૂલોથી હોળી રમાડવામાં આવી હતી જેમાં દોઢ લાખથી વધુ ભક્તો હનુમાનદાદાના રંગે રંગાયા હતા.  

ગુલાબી, લાલ, પીળો, નારંગી સહિતના ઑર્ગેનિક કલર છોટાઉદેપુરમાં બનાવડાવ્યા હતા. ઉત્સવમાં ૧૦૦૦ કિલો હજારીગલ તેમ જ ગુલાબ સહિતનાં મિક્સ ફૂલોની ભક્તો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. દેશ અને દુનિયામાંથી પધારેલા ૧,૫૦,૦૦૦થી વધુ ભક્તોને સંતોએ રંગો અને પુષ્પોથી હોળી રમાડી હતી. મંદિર-પરિસરમાં ૭૦થી ૮૦ ફુટ ઊંચા ૫૦૦ જેટલા રંગોના બ્લાસ્ટ કરાયા હતા જેના કારણે મંદિર-પરિસર રંગોથી તરબતર થઈ ગયો હતો. ઍરપ્રેશર મશીનથી ભક્તો પર કલર ઉડાડ્યો હતો. શણગાર-આરતી બાદ ફૂલડોલોત્સવમાં હનુમાનદાદાનું વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. હનુમાનદાદાને પંચરંગી વાઘા અને રંગબેરંગી ફૂલોનો શણગાર કરાયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2026 09:35 AM IST | Sarangpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK