Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Saurashtra

લેખ

જૂનાગઢમાં ગેરકાયદે મકાનોને તોડી પાડવામાં આવ્યાં હતાં.

હવે જૂનાગઢમાં બંધાયેલાં ગેરકાયદે મકાનો પર ફરી વળ્યું બુલડોઝર

અમદાવાદમાં પણ બીજા દિવસે ચંડોળા તળાવમાં ગેરકાયદે બાંધકામો હટાવીને ૧.૫ લાખ ચોરસ મીટર સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી

01 May, 2025 02:09 IST | Junagadh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

આ મારો આરામનો સમય છે અત્યારે ડિસ્ટર્બ કરવા નહીં

જે દાન લેવાનો પણ ટાઇમ રાખે ને આવનારા દાન માટે પણ પોતાની બપોરની લાખ રૂપિયાની ઊંઘ ખરાબ નથી કરતો એ માણસ રાજકોટ સિવાય ક્યાંય જોવા મળે નહીં

27 April, 2025 04:33 IST | Rajkot | Sairam Dave
મોરબીમાં પોતાને ગમતું પુસ્તક લઈને એ નોંધાવવા માટે લાઇન લાગી હતી.

વાંચનની તરસ છિપાવતી પુસ્તક-પરબ

રવિવારે સવારે સાડાસાત વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી અમદાવાદ, વડોદરા, સુરત, ભુજ સહિત કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કુલ ૧૫૦  પુસ્તક-પરબ ભરાય છે

27 April, 2025 03:11 IST | Surat | Shailesh Nayak
રહેણાક વિસ્તારમાં વિમાન પડ્યા બાદ બ્લાસ્ટ સાથે આગ લાગતાં લોકો ભાગ્યા એમાં ત્રણ જણ ઘાયલ થયા

અમરેલીમાં પ્રાઇવેટ મિની પ્લેનના ક્રૅશમાં ટ્રેઇની પાઇલટે જીવ ગુમાવ્યો

ઘટનાના પગલે પોલીસ અને ફાયર-બ્રિગેડે ત્યાં પહોંચીને બચાવ-કામગીરી હાથ ધરી હતી અને પાઇલટને બહાર કાઢીને ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો

23 April, 2025 11:23 IST | Amreli | Gujarati Mid-day Correspondent

ફોટા

ટ્રેન ડિરેલ થયા બાદ પ્રવાસીઓ બહાર નીકળ્યા હતા (તસવીરો: મિડ-ડે)

Photos: સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનને નડ્યો અકસ્માત, રેલવેની રાહત કામગીરી શરૂ

મંગળવારે મુંબઈના દાદરથી પોરબંદર જવા માટે ઉપડેલી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ઘટનાને પગલે રેલવે દ્વારા બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે (તસવીરો: મિડ-ડે)

24 December, 2024 06:01 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ચેતન ઠુમરનું ફાર્મ અને તાજાં શાકભાજી - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ કાઠિયાવાડી સ્વાદનો વારસો જીવંત રાખતા ગોંડલના શૅફ ચેતન ઠુમરની શિયાળુ વાની

શિયાળાની શરુઆત સાથે તમામ પ્રકારના તાજા લીલા શાક, ભાજીઓ અને કંદમૂળ બજારમાં જોવા મળી રહ્યા છે અને પૌષ્ટિક અને ગરમ ખોરાકની માંગ પણ વધી છે. લોકોને શિયાળામાં જમવાની ખૂબ મજા આવે છે. કારણ કે શિયાળામાં જઠરાગ્નિ પ્રદિપ્ત જલ્દી થાય છે અને શાકભાજી તેમજ ફળોના વિકલ્પો પણ ઉપલબ્ધ હોય છે. એવામાં ગામડાની પરંપરાગત જીવનશૈલીમાં કાઠિયાવાડી અને ગુજરાતી વાનગીઓનો ખાસ મહિમા છે, જે ઋતુગત શાકભાજી, રોટલા, ભાખરી, ઘી, દહીં અને છાશ સાથે મિશ્રિત સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપે છે. આ પરંપરાને જીવંત રાખનારા ગોંડલના જાણીતા શેફ ચેતન ઠુમરનું નામ આજના સમયમાં પ્રખ્યાત બન્યું છે. કોઈ પણ પ્રકારની સ્પેશ્યલ તાલીમ લીધા વગર જ તેઓ પૂરતો અનુભવ અને શોખથી કાઠિયાવાડી વાનગીઓમાં નિષ્ણાંત બન્યા છે. સોશિયલ મીડિયા પર ચેતનભાઈની કાઠિયાવાડી રેસિપીઓ સાથેની ચટાકેદાર તસવીરો લોકોમાં ભારે લોકપ્રિય બનવા લાગી છે. આજકાલ તેઓ ફુલ-ટાઈમ કેટેરિંગ સંભાળે છે અને તેમની ખાસ શિયાળુ વાનગીઓ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર દર્શાવે છે. ચાલો આજે તેમની સાથે વાત કરી તેમની જીવનયાત્રા જાણીએ અને દેશી પદ્ધતિથી બનતી કાઠિયાવાડી વાનગીઓ શીખતા પ્રેરણા મેળવીએ. મોસાળ મોવિયા અને ગોંડલ જેવા શહેરોમાં ઉછરેલા ચેતનભાઈના જીવનનું મુખ્ય પ્રેરણાસ્ત્રોત તેમની માતાની રસોઈની કળા બની. નાનપણમાં તેઓએ માતાને રસોઈ કરતી જોઈ શીખવાનું શરૂ કર્યું અને ધીરે ધીરે કાઠિયાવાડી વ્યંજનોમાં નિપુણતા મેળવી. માતાના સાથમાં રસોઈમાં સહભાગી બનેલા ચેતનભાઈએ થોડાક સમયમાં પોતાની આ કળાને શોખથી વ્યવસાયમાં ફેરવી દીધી અને રસોઈના ક્ષેત્રમાં પોતાની અનોખી ઓળખ ઊભી કરી. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)  

22 November, 2024 02:26 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
વડા પ્રધાનએ અમરેલીના દુધાળા ગામે ભારત માતા સરોવરનું લોકાર્પણ કરી ગુજરાતમાં જન ભાગીદારી થી જળસંચયના પ્રોજેક્ટને વેગ આપ્યો

PM મોદીએ સ્પેનના વડા સાથે કર્યો ભવ્ય રોડ શો, ગુજરાતને આપી વિકાસ કાર્યોની ભેટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમરેલી ખાતેથી ધનતેરસની પૂર્વસંધ્યાએ 4800 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા કહ્યું કે, નવા વિકાસ પ્રોજેક્ટ સૌરાષ્ટ્રના જીવનને આસાન બનાવશે અને વિકાસને નવી ગતિ આપશે. પરમેશ્વરની પ્રસાદી સમાન પાણી માટે પુરુષાર્થ કરનારા ગુજરાતના સામર્થ્યને પ્રેરણા રૂપ બતાવી વડા પ્રધાનને સ્પષ્ટ કહ્યું કે, ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમના મંત્ર સાથે ગુજરાત સરકારના જન ભાગદારીના આયામોથી ખેડૂતો સમૃદ્ધ થવાની સાથે પ્રવાસન વિકાસ અને રોજગારીનું પણ સર્જન થશે.” પીએમએ અમરેલી જિલ્લાના લાઠી નજીક દુધાળા ગામે ગાગડીઓ નદીને પુનઃજીવીત તથા તળાવોનું નિર્માણ કરીને સરકારના જનભાગીદારી અભિગમની સાથે રહીને જળસંચય માટે કાર્યો કરનાર ધોળકિયા ફાઉન્ડેશનની કામગીરીની નોંધ લીધી હતી.

28 October, 2024 09:11 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
અહીં પાણીપુરીનો સ્વાદ બહુ મજાનો હોય છે અને પીરસવામાં પણ ચોખ્ખાઇ - તસવીરો પૂજા સાંગાણી

Jyaafat:વિદેશની ધરતીને આવજો કહી અમદાવાદમાં પાણીપુરી વેચીને સફળતા મેળવી આ કપલે

શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ વિદેશમાં પોતાનો બિઝનેસ છોડીને આવી હોય અને દેશમાં પરત ફરીને પાણીપુરી વેચતી હોય? તમને જાણીને નવાઈ લાગશે પરંતુ અમદાવાદના પૂર્વ વિસ્તાર નિકોલમાં મારી મુલાકાત આવી જ એક વ્યક્તિ સાથે થઈ હતી. મેહુલકુમાર અને તેમનાં પત્ની દીપાબહેન છેલ્લા બે વર્ષથી `સૌરાષ્ટ્ર પાણીપુરી એન્ડ સ્નેક્સ સેન્ટર` નામથી સફળતાપૂર્વક પાણીપુરીનો વ્યવસાય ચલાવી રહ્યા છે. સમાજનો મોટો હિસ્સો, ખાસ કરીને મહિલાઓ, પાણીપુરી ખાવાની ભારે શોખીન હોય છે. પાણીપુરીનું નામ પડતાં જ કેટલીક મહિલાઓ તરત તે ખાવા પહોંચી જાય છે. સામાન્ય રીતે દરેક જગ્યાએ પાણીપુરી સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત છે અને સરળતાથી મળી પણ જાય છે, પરંતુ જ્યાં કોઈ વાનગી પોતાના અનોખા સ્વાદને કારણે અલગ અને ખાસ સ્થાન ધરાવે છે, ત્યા હું ચોક્કસપણે મુલાકાત લઉં છું. સૌરાષ્ટ્ર પાણીપુરી સેન્ટર નિકોલમાં તેની ઉત્તમ સેવા અને સ્વાદિષ્ટ સ્વાદ માટે ખાસ જાણીતું છે. પાણીપુરી, દહીં પુરી, સેવ પુરી અને ગ્રીન રગડાપુરી જેવી મજેદાર વાનગીઓ માટે સેંકડો ગ્રાહકો અહીં દિનપ્રતિદિન આવે છે. ચોખ્ખાઈ અને વ્યવસ્થાપનમાં વિશિષ્ટ કાળજી રાખવાના કારણે, આ સ્થાન સ્થાનિક અને આજુબાજુના વિસ્તારોના લોકોમાં ખૂબ લોકપ્રિય બની ગયું છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)

20 September, 2024 04:27 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

બિપરજૉય ગુજરાતમાં આજે લેન્ડફોલ કરે એવી શક્યતા, 24 કલાક રાજ્ય માટે નિર્ણાયક

બિપરજૉય ગુજરાતમાં આજે લેન્ડફોલ કરે એવી શક્યતા, 24 કલાક રાજ્ય માટે નિર્ણાયક

ગુજરાત માટે આગામી 24 કલાક નિર્ણાયક સાબિત થવાના છે કારણ ચક્રવાત `બિપરજૉય` 15 જૂને રાજયમાં લેન્ડફોલ કરે તેવો અંદાજ  છે. IMD એ 14 જૂને ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. ચક્રવાત ‘બિપરજૉય’ને ધ્યાનમાં રાખીને, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં તૈયારીઓ અંગે બેઠક બોલાવી હતી. NDRFના DIG મોહસેન શાહિદીએ માહિતી આપી હતી કે NDRFની 18 ટીમો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે. ગુજરાતના 8 દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી અત્યાર સુધીમાં લગભગ 47,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

15 June, 2023 03:16 IST | Mumbai
ચક્રવાત ‘બિપરજૉય’ના એલર્ટ વચ્ચે પીએમ મોદીએ બોલાવી સુરક્ષા બેઠક

ચક્રવાત ‘બિપરજૉય’ના એલર્ટ વચ્ચે પીએમ મોદીએ બોલાવી સુરક્ષા બેઠક

PM મોદીએ 12 જૂને ચક્રવાત બિપરજૉય સંબંધિત પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ અને અન્ય અધિકારીઓ પણ હાજર હતા. IMD મુજબ, ચક્રવાત 15 જૂને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વાવાઝોડા સાથે લેન્ડફોલ કરે તેવી સંભાવના છે. IMD એ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

12 June, 2023 05:19 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK