Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સૌથી વધુ ૧૦ વખત ૨૦૦ પ્લસના ટાર્ગેટ ચેઝ થયા છે આ સીઝનમાં

સૌથી વધુ ૧૦ વખત ૨૦૦ પ્લસના ટાર્ગેટ ચેઝ થયા છે આ સીઝનમાં

Published : 01 May, 2026 03:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બુધવારે મુંબઈ સામે હૈદરાબાદે ૨૪૪ રનનો ટાર્ગેટ હાંસલ કરતાં ગઈ સીઝનનો રેકૉર્ડ તૂટી ગયો

પૅૅૅટ કમિન્સ

પૅૅૅટ કમિન્સ


IPLમાં આ સીઝનમાં ૨૦૦ પ્લસનો ટાર્ગેટ પણ સલામત નથી એ બુધવારે ફરી એક વાર સાબિત થઈ ગયું. મુંબઈએ આપેલો ૨૪૪ રનનો ટાર્ગેટ હૈદરાબાદે ૧૮.૪ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને પ્રમાણમાં સહેલાઈથી મેળવી લીધો હતો. આ સીઝનમાં દસમી વખત ૨૦૦ પ્લસ રનનો ટાર્ગેટ ચેઝ થયો હતો અને IPLની એક સીઝનમાં સૌથી વધુ ૨૦૦ પ્લસ રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કરવાનો નવો રેકૉર્ડ બની ગયો હતો. આ પહેલાંનો ૯ વખતનો રેકૉર્ડ ગઈ સીઝનમાં બન્યો હતો જે એક જ વર્ષમાં તૂટી ગયો હતો. પાંચ જ મૅચ છેલ્લી ઓવર સુધી ગઈ અને આ સીઝન મળીને ૨૦૦ પ્લસની સફળતાપૂર્વઝ ચેઝના કુલ ૧૯ વખતમાંથી ફક્ત પાંચ જ મૅચમાં છેલ્લી ઓવર સુધી રાહ જોવી પડી છે. આમ ૧૪ વાર મહા-ટાર્ગેટ તો ૧૯મી ઓવર સુધીમાં મેળવી લીધો હતો. ૪ વર્ષમાં ૩૩ વખત IPLની  પ્રથમ સીઝન ૨૦૦૮થી ૨૦૨૨ સુધી એટલે ૧૪ વર્ષમાં ૨૦૦ પ્લસનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ ફક્ત ૧૫ વખત જ થયો હતો, પણ છેલ્લાં ૪ વર્ષમાં ચિત્ર સાવ જ બદલાઈ ગયું છે. ૨૦૨૪માં ૬ વાર, ૨૦૨૩માં ૮ વાર અને ૨૦૨૫માં ૯ વાર બાદ આ સીઝનમાં અત્યાર સુધી ૧૦ વાર સાથે છેલ્લાં ચાર વર્ષમાં આવી કમાલ કુલ ૩૩ વાર જોવા મળી છે. ૨૦૦ પ્લસ ટાર્ગેટ, મુંબઈની બીજી હાર આ મૅચ પહેલાં મુંબઈ ૨૦૦ પ્લસ રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરવામાં ૨૦માંથી ૧૯ મૅચમાં જીતી હતી. તેઓ ફક્ત એક જ વાર ૨૦૨૫માં પંજાબ સામે હાર્યા હતા અને હવે બીજી વાર આ મામલે તેમની હાર થઈ છે.

હૈદરાબાદનો કૅપ્ટન પૅૅૅટ કમિન્સ પોતાને કેમ નસીબદાર ગણાવે છે?



મુંબઈ સામેની મહા-જીત બાદ હૈદરાબાદના કૅપ્ટન પૅટ કમિન્સે ટીમની સતત પાંચમી જીત બદલ ખુશી વ્યક્ત કરી હતી. ટીમની સૌથી સ્ટ્રૉન્ગ બૅટિંગ લાઇન-અપ વિશે ગર્વ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તે પોતાની જાતને નસીબદાર માને છે કે તેને આવી બૅટિંગ લાઇન-અપ સામે બોલિંગ નથી કરવી પડી રહી.

IPLમાં હૈદરાબાદની જીતની સેન્ચુરી

મુંબઈ સામેની જીત એ સનરાઇઝર્સ હૈદરાબાદની આ ટુર્નામેન્ટમાં ૧૦૦મી જીત હતી. ૨૦૧૩માં ડેબ્યુ કરનાર હૈદરાબાદને અત્યાર સુધી રમેલી ૨૦૫ મૅચમાંથી ૧૦૪ મૅચમાં હારનો સામનો કરવો પડ્યો છે અને એક મૅચનું કોઈ પરિણામ નહોતું આવ્યું. 


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2026 03:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK