Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદી ખાતર વિદેશમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયોએ યોજી અમદાવાદથી સુરતની કાર-રૅલી

નરેન્દ્ર મોદી ખાતર વિદેશમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયોએ યોજી અમદાવાદથી સુરતની કાર-રૅલી

29 April, 2024 08:18 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, ન્યુ ઝીલૅન્ડ, આફ્રિકાથી આવેલા NRG અને NRIએ અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ સહિતનાં સ્થળોએ NRG ફૉર મોદી અને NRI ફૉર મોદીના સૂત્રો સાથે નરેન્દ્ર મોદી માટે વોટ કરવા કૅમ્પેન કર્યું

વિદેશમાં વસતા ગુજરાતી સહિતના ભારતીયોની અમદાવાદથી કાર-રૅલીને રવાના કરવામાં આવી હતી.

વિદેશમાં વસતા ગુજરાતી સહિતના ભારતીયોની અમદાવાદથી કાર-રૅલીને રવાના કરવામાં આવી હતી.


વિદેશમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયોએ ગઈ કાલે અમદાવાદથી સુરત સુધીની કાર-રૅલી યોજીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે પ્રચાર કર્યો હતો. અમદાવાદથી કારના કાફલામાં સવાર થઈને ૧૦૦થી વધુ મોદીના સપોર્ટર્સે અમદાવાદથી સુરત વચ્ચે જુદાં-જુદાં સ્થળોએ NRG ફૉર મોદી અને NRI ફૉર મોદીના સૂત્ર સાથે નરેન્દ્ર મોદી માટે વોટ કરવા કૅમ્પેન કર્યું હતું.

અમેરિકાના શિકાગોથી આવેલા નીરવ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કાર્ય કરવાની શૈલી એક ઉદાહરણરૂપ છે. દિવસમાં તેઓ ઘણા કલાકો સુધી કામ કરે છે અને વડા પ્રધાનનું એક લેવલ સેટ કર્યું છે. પહેલાંના સમયમાં અમેરિકામાં ભારતની એવી ગણના નહોતી થતી, પરંતુ નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા બાદ તેમણે કરેલાં કામોથી વિદેશમાં તેમની એક છાપ ઊભી થઈ છે અને તેમણે વિદેશમાં વસતા ભારતીયોને પ્રાઉડ ફીલ કરાવ્યું છે. નરેન્દ્ર મોદીએ વિકાસકાર્યો કર્યાં છે. અમેરિકામાં રહેતા ઇન્ડિયનોને ગર્વ મેહસૂસ કરાવ્યો છે એટલે તેમના માટે પ્રચાર કરવા અમે ભારતમાં આવ્યા છીએ અને લોકોને રિક્વેસ્ટ કરીએ છીએ કે મોદી માટે વોટ કરો. અમે નવ જિલ્લામાં તેમના માટે પ્રચાર કરવાના છીએ. આ રૅલી યોજીને અમે સુરત જઈ રહ્યા છીએ, રસ્તામાં ઘણાં સ્થળોએ તેમના માટે પ્રચાર કર્યો છે.’



નરેન્દ્ર મોદીના પ્રચાર માટે વિદેશથી ગુજરાતી સહિતના ભારતીયો ગુજરાત આવ્યા છે. અમદાવાદથી ગઈ કાલે વિદેશી ભારતીયોનો કાફલો કારમાં બેસીને સુરત સુધી ગયો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિદેશ વિભાગના કન્વીનર દિગંત સોમપુરા, ડૉ. ધર્મેન્દ્ર ગજ્જર સહિતના અગ્રણીઓ જોડાયા હતા અને રસ્તામાં ખેડા, આણંદ, ભરૂચ, સુરત સહિતનાં સ્થળોએ 
નાની-મોટી સભાઓ કરીને નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડા પ્રધાન બનાવવા માટે લોકોને અપીલ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 08:18 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK