Himachal Pradesh Accident: મનાલીમાં અટલ ટનલ પાસે એક વાહન પલટી ગયું હતું જેને કારણે મુંબઈના એક પ્રવાસીનું મોત થયું છે.
અકસ્માતની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- અભિજીત પાટીલનું આ અકસ્માતમાં મોત થયું છે
- અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને તાબડતોબ રીતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે
- વાહનમાં ડ્રાઈવર સહિત કુલ 21 પ્રવાસીઓ સવાર હતા
હિમાચલ પ્રદેશમાંથી ખૂબ જ દર્દનાક સમાચાર સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે મનાલીમાં અટલ ટનલ પાસે એક વાહન પલટી ગયું (Himachal Pradesh Accident) હતું જેને કારણે એક પ્રવાસીનું મોત થયું છે અને એવી પણ માહિતી મળી રહી છે કે આ ઘટનામાં 18 જેટલા પ્રવાસીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે.
મુંબઈનાં પ્રવાસીઓને નડ્યો અકસ્માત
ADVERTISEMENT
મનાલી પોલીસે આ મામલે જણાવ્યું હતું કે પ્રવાસીઓ ટેમ્પો ટ્રાવેલર કારમાં લાહૌલની મુલાકાત લેવા ગયા હતા. તેઓ સાંજે પરત ફરી રહ્યા હતા ત્યારે ધુનડી પાસે વાહનચાલકે કાબુ ગુમાવી દીધો હતો, અને આ જ કારણોસર વાહન રોડ પરથી પલટી થઈ ગયું હતું. આ માર્ગ અકસ્માતમાં મુંબઈના જે રહેવાસીનું મોત થયું છે તેમની વય 30 વર્ષ હોઈ નામ અભિજીત પાટીલ તરીકે સામે આવ્યું છે.
તમને જણાવી દઈએ કે જે વાહનને અકસ્માત (Himachal Pradesh Accident)નો સામનો કરવો પડ્યો છે તેમાં મુંબઈના પ્રવાસીઓ સવાર હતા. જે લોકો વાહન નંબર HR-55AP-6911માં સવાર થઈને સવારે મનાલીથી કોકસર ગયા હતા. સાંજે પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. સ્થળ પર હાજર લોકોએ પ્રવાસીઓને કારમાંથી બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આમ જ્યારે આ વાહન લાહૌલથી મનાલી તરફ જઈ રહ્યું હતું ત્યારે તેને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને તાબડતોબ રીતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતનું કારણ હજી અકબંધ?
ડીએસપીએ જણાવ્યું હતું કે હાલ અકસ્માત (Himachal Pradesh Accident) શા કારણે થયું તે માટેનું કોઈ સઘન કારણ જાની શકાયું નથી. તેમ છતાં પોલીસે અકસ્માતના કારણની તપાસમાં જોડાયેલી જ છે.
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અસરગ્રસ્તોને
એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે કુલ 11 જેટલા પ્રવાસીઓને મિશન હોસ્પિટલ મનાલીમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ સાથે જ ચાર જણને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તે ઉપરાંતનાં પ્રવાસીઓને મનાલીની હરિહર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવા પણ અહેવાલ છે કે પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે.
અધિકારીઓ જણાવી રહ્યા છે આમ તો વાહનમાં ડ્રાઈવર સહિત કુલ 21 પ્રવાસીઓ સવાર હતા. જેમાંથી આ અકસ્માત (Himachal Pradesh Accident)માં કુલ 18 લોકો ઘાયલ થયા છે અને મુંબઈનાં એક વ્યક્તિનું ગંભીર ઈજાને લીધે મૃત્યુ થયું છે. એવા પણ અહેવાલ છે કે વાહન ચલાવનાર ડ્રાઈવર અને એક મુસાફર સુરક્ષિત રીતે બહાર આવ્યા છે. તેમને વધુ ઇજા થઈ નથી. અત્યારે તો આ તમામ મુંબઈથી આવેલા તમામ અસરગ્રસ્ત મુસાફરોની સારવાર ચાલી રહી છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)