Abdu Rozik Engagement: અબ્દુ રોઝિકે 24 એપ્રિલે અમીરા નામની એક યુવતી સાથે સગાઈ કરી હતી.
અબ્દુ રોઝીકની સગાઈ અને અબ્દુ રોઝીક સાથે સલમાન ખાન (તસવીર સૌજન્ય : અબ્દુ રોઝીકનું સોશિયલ મીડિયા)
કી હાઇલાઇટ્સ
- અબ્દુ રોઝિક `બિગ બૉસ 16`માં આવ્યા બાદ ખૂબ જ ફેમસ થયો હતો.
- અબ્દુ રોઝીકે તેની સગાઈની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી.
- અબ્દુ દુબઈમાં લગ્ન કરશે અને તેમાં સલમાન ખાન પણ આવશે, એવું તેણે કહ્યું હતું.
`બિગ બૉસ 16` ફેમ અને સોશિયલ મીડિયા સ્ટાર અબ્દુ રોઝીક (Abdu Rozik Engagement) તેના લગ્નને લઈને જોરદાર ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં અબ્દુ રોઝિકે અમીરા સાથે સગાઈ કરી લીધી હતી, જેને લીધે અબ્દુ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યો છે. અબ્દુ સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રખ્યાત છે અને બિગ બૉસમાં આવ્યા બાદ તો તેને ભારતમાં પણ ખૂબ જ પ્રસિદ્ધિ મળી હતી. અબ્દુની સગાઈ અને લગ્ન માટે સોશિયલ મીડિયા પર અનેક લોકોએ તેને અનેક શુભેચ્છાઓ પણ આપી છી પણ અબ્દુ હાઇટમાં ઠીંગણો છે, જેથી અબ્દુની અમીરા સાથેની સગાઈની પોસ્ટ પર અનેક વાંધાજનક કમેન્ટ કરીને લોકો અબ્દુને ટ્રોલ કરી રહ્યા છે. પોત પર કરવામાં આવી રહેલા ટ્રોલ પર હવે અબ્દુએ પણ રીએક્શન આપી ટ્રોલર્સ જોરદાર જવાબ આપ્યો છે.
અબ્દુલ રોઝિકનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Abdu Rozik Engagement) પર એક એક વીડિયો જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અબ્દુ કહે છે કે, "દરેકનો આભાર જેમણે મને સગાઈ માટે અભિનંદન અને આશીર્વાદ આપ્યા, પરંતુ આ સારા સમાચાર ઉપરાંત, અહીં કેટલીક ખરાબ બાબતો ચાલી રહી છે, જેના વિશે મારે તમારી સાથે વાત કરવી છે. હું કહેવા માંગુ છું કે જે લોકો મારી બાબતે નકારાત્મક ટિપ્પણીઓ કરી રહ્યા છે અને મારી મજાક ઉડાવી રહ્યા છે અને જેઓ ગંદી રીતે વર્તે છે તે બાબત ખૂબ જ દુઃખદ છે.
ADVERTISEMENT
અબ્દુએ તેની હાઇટને (Abdu Rozik Engagement) લીધે તેને ટ્રોલ કરનાર લોકોને જવાબ આપતા કહ્યું, “કલ્પના કરો કે અમીરા અને તેનો પરિવાર મારી પર કરવામાં આવતી આવી ટિપ્પણીઓ અને કમેન્ટ્સ વાંચે તો તેમને કેવું લાગશે. અમીરા અને મેં ઘણી ચર્ચા કરી ને જ અમારી સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ બાબતે જાહેરાત કરી હતી, પણ હવે તે અમારા માટે આવું કરવું એક ખરાબ સ્વપ્ન બની રહ્યું છે. તમે લોકો ફોટા પર ખોટું લખો છો, મારી મજાક ઉડાવો છો અને ફોટાને નકલી કહી રહ્યા છો. શું તમને લાગે છે કે હું નાનો હોવાને કારણે લગ્ન નહીં કરી શકું? હું ખુશ ન રહી શકું?
અબ્દુ રોઝિકે ટ્રોલ્સ માટે કહ્યું , “કૃપા કરીને એકબીજાનું સન્માન કરો. આવા જોક્સ આપણા માટે હાનિકારક છે, તે બીજાની સાથે આપણાં પર પણ માનસિક રીતે અસર કરે છે. આપણે પહેલા પ્રેમ કરવાનું અને દયાળુ બનવું શીખવું પડશે અને પછી બીજાને શીખવવું પડશે. ક્યારેક મને પણ મારી ઊંચાઈ માટે શરમ આવી હતી, પણ આ દુનિયામાં અનેક લોકો મારા જેવા દેખાતા બાળકોને છુપાવતા હતા, પરંતુ અલહમદુલિલ્લાહ, મને અને મારા જેવા દરેક લોકોએ મજબૂત ઊભું રહેવું પડશે”, એવો સંદેશ પણ અબ્દુએ આપ્યો હતો.
અબ્દુ રોઝિકે 24 એપ્રિલે અમીરા નામની એક યુવતી સાથે સગાઈ કરી હતી. બંનેની મુલાકાત એક મોલમાં થઈ હતી. પોતાના રિલેશન બાબતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને અબ્દુએ કહ્યું હતું કે તે અમીરા સાથે 7મી જુલાઈએ દુબઈમાં લગ્ન કરશે. અબ્દુનો દાવો છે કે તેના લગ્નમાં સલમાન ખાન પણ હાજરી આપશે.

