Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભૂષણ કુમાર અને દિવ્યા ખોસલા લેશે ડિવોર્સ, જાણો ટી-સીરિઝના માલિકે શું કહ્યું

ભૂષણ કુમાર અને દિવ્યા ખોસલા લેશે ડિવોર્સ, જાણો ટી-સીરિઝના માલિકે શું કહ્યું

15 May, 2024 07:33 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Bhushan Kumar and Divya Khosla Divorce: દિવ્યા ખોસલા અને ભૂષણ કુમારે 2005માં લગ્ન કરી લીધા હતા.

ભૂષણ કુમાર અને દિવ્યા ખોસલા (ફાઇલ તસવીર)

ભૂષણ કુમાર અને દિવ્યા ખોસલા (ફાઇલ તસવીર)


ટી-સીરિઝના માલિક ભૂષણ કુમાર અને તેમની પત્ની દિવ્યા ખોસલા કુમાર (Bhushan Kumar and Divya khosla Divorce) લગ્નના 19 વર્ષ પછી બંને અલગ થવાના છે, એવી જોરદાર ચર્ચા શરૂ થઈ છે. ભૂષણ કુમાર અને દિવ્યા ખોસલા ડિવોર્સ લેવાના છે, એવી ચર્ચા છેલ્લા અનેક સમયથી ચાલી રહી છે. તેમ જ દિવ્યા ખોસલાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેના પતિની અટક કુમારને પણ હટાવી દીધી હતી, જેથી બંનેના ડિવોર્સની ચર્ચાને વધુ હવા મળી હતી. જો કે ડિવોર્સની ચર્ચા વચ્ચે દિવ્યા ખોસલાએ આ દરેક વાતને ખોટી ગણાવી હતી, પણ આ બાબતે ભૂષણ કુમારને પુછવામાં આવતા તેમણે જુદો જ જવાબ આપ્યો હતો.


રાજ કુમાર રાવ સ્ટારર ફિલ્મ ‘શ્રીકાંત’ના પ્રમોશન માટેના એક કાર્યક્રમમાં ભૂષણ કુમાર પણ આવ્યા હતા. આ દરમિયાન ભૂષણ કુમારને (Bhushan Kumar and Divya khosla Divorce) તેમના ડિવોર્સની ચર્ચા બાબતે પુછવામાં આવું હતું. આ બાબતે ભૂષણ કુમારે કહ્યું હતું કે "અહીં નહીં કારણ કે અમે અહીં માત્ર ફિલ્મ ‘શ્રીકાંત’ બાબતે વાત કરવા માટે આવ્યા છીએ અને એવું કંઈપણ નથી અને અમે આ કરી બતાવ્યું છે. દિવ્યાએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી. દિવ્યાએ માત્ર જ્યોતિષવિદ્યાને કારણે સોશિયલ મીડિયા પર તેનું નામ બદલ્યું છે, હું આ બાબતમાં માનતો નથી, પરંતુ દિવ્યા તેના પર વિશ્વાસ કરે છે.`



આ પહેલા દિવ્યાના એક પ્રવક્તાએ કહ્યું હતું કે દિવ્યાએ જ્યોતિષના કહેવા પર તેના નામ પાછળથી કુમાર સરનેમ હતાવ્યું હતું. આ દિવ્યાનો અંગત નિર્ણય છે અને આપણે તેનું સન્માન કરવું જોઈએ. જો તમે ધ્યાન આપો, તો તેણે તેના મધ્ય નામમાં એસ પણ ઉમેર્યો છે.


અહીં જણાવવાનું કે દિવ્યા ખોસલા અને ભૂષણ કુમારે 2005માં લગ્ન કરી લીધા હતા. બંનેની મુલાકાત ફિલ્મ ‘અબ તુમ્હારે હવાલ વતન સાથિયો’ની શૂટિંગ દરમિયાન સેટ પર થઈ હતી. ભૂષણને દિવ્યા ગમતી હતી જેથી તેણે અભિનેત્રી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જોકે દિવ્યાને ભૂષણ કુમાર સાથે લગ્ન નહોતા કરવા, પણ ત્યારબાદ દિવ્યાની માતાએ તેને ટી-સીરિઝના (Bhushan Kumar and Divya khosla Divorce) માલિક ભૂષણ સાથે લગ્ન કરવા માટે મનાવી લેતા બંનેએ લગ્ન કરી લીધા હતા. દિવ્યા અને ભૂષણને એક દીકરો પણ છે. અભિનેત્રી હોવા ઉપરાંત દિવ્યા એક ડિરેક્ટર અને ફિલ્મ પ્રોડ્યુસર પણ છે. દિવ્યાએ ‘યારિયાં’ અને ‘સનમ રે’ જેવી ફિલ્મને ડિરેક્ટ કરી હતી. છેલ્લે દિવ્યા ફિલ્મ ‘યારિયાં 2’માં અભિનેત્રી તરીકે જોવા મળી હતી. હવે તે આગામી સમયમાં ‘સાવી’ નામની એક ફિલ્મમાં જોવા મળવાની છે.


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2024 07:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK